ફાધર્સ ડે

શ્રી    ગણેશાય    નમઃ                                   ઓમ                                         શ્રી સરસ્વતીએ   નમઃ

Father’s Day

એક ઉપરવાળા પિતા ,બીજા સંસારિક પિતાનેઉદ્દેશીને લખાયું છે.

પિતા| પ્રભુ પરમેશ્વરને,

કરું સાષ્ટાંગ પ્રણામ શુભ આજ પીતૃદીને

બાપ રે બાપ

આ તો બાપનાય બાપા

પણ બાના તો એ,[૦!] પા જ?

બા ભલે હોય પોણો,પા વિનાનો તે ઉણો

પોણા સાથે પા મલે, એ સર્કલ પૂરું જાણો

 

તોય સ્થાપના પહેલી ગણપતિની થાય

વિષ્ણુવિનાની લક્ષ્મી નાર દ્વારેદ્વારેઠોકર ખાય

ધણી વિનાનીદ્રૌપદી નાર,ભરી સભામાં લાજ લુટાય,

શંકર વિનાની સતી પામે અપમાન પિયર થકી

પહેલો હતો હું બાળારાજા, થયો હવે હું યુવરાજા

આરંભે રહ્યો આગળ ફક્કડ બની વરરાજા

હવે બેઠી સાડાસાતી, જ્યારથી આવ્યા ઘરમાં સતી

અર્ધું અંગઅર્ધાન્ગ્નાને દીધું હવે રહ્યું અડધું અંગ

કર તું સૃષ્ટિનું સર્જન,કરીશ હું તેનું પાલન,,

નારી શક્તિની કરી પહેચાન,બાપા પહેલા બાનું નામ

પાપા બનતા હવે રહી પા?

રામ પહેલા સીતાનું નામ કૃષ્ણ પહેલા રાધાનું નામ,

પપ્પા છે છુપા રુસ્તમ એની કળા ન કઈકમ

લીલા ને કલાની સાથે રહેતા હરદમ,

એમાંવચ્ચે પડવાનું ના આપણું કામ

દુરથી કરીએ એને સલામ,

પિતા પરમેશ્વરને કરીએ સાષ્ટાંગ પ્રણામ.

 

પદમાં-કાન

નાગર નંદાજીના લાલ

શ્રી ગણેશાય નમઃ          ઓમ          શ્રી સરસ્વતીએ નમઃ

નરસૈયો

નાગર નંદાજીનો લાલ રાસ રમંતાં મારી નથની ખોવાણી
નરસિંહમહેતા એટલે કે ગુજરાતના કવિઓમાં તેમનું નામ શિખરે કહીશકાય. હુલામણું નામ ‘’નરસૈયો’’ બોલતા પ્રેમી ભક્ત કવિ આપણને મળ્યા તેનો ગર્વ સાથે આનંદ આપણાહૃદય પટ પર છવાઈ જાય છે. તેનો આસ્વાદ આજે આપણે માંણી રહ્યાછીએ.રાસ રમંતાં રાધાકૃષ્ણના રાસમાં નરસૈયાને જે આનંદની અનુભૂતિ થઇ તે આનંદનું લેખન તેમણે આ ગરબામાં કર્યું છે. ઘણા કાવ્યો, ભજનો તેમણે લખ્યાછે. તેમનું એકકાવ્ય ગરબાં રૂપે રજુ કરું છું.
નાગર નંદાજીના લાલ, રાસ રમંતાં મારી નથની ખોવાણી
કાના જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથની ખોવાણી
નાની નાની નથનીને માહી ઘણેરા મોતી,
નથની કારણ હું નિત્ય ફરું છું જોતી, જોતી, જોતી, —નાગર
નાની નાની નથનીને માહી જડેલા હીરા
નથની આપોને મારા સુભદ્રાના વીરા, વીરા, વીરા,——નાગર
નાનેરું પહેરું મારા નાકે તો નાક સોહાય
મોટેરુ પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય, ખાય, ખાય,—–નાગર
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીનો નથનીનો શામળિયો છે ચોર, ચોર, ચોર,——-નાગર
નથનીને કારણયે મેં ધુન્ડ્યું વૃંદાવન
નથની આપોને તમે મારા પ્રાણ જીવન, વન, વન, વન,——નાગર
નથની આપોને પ્રભુ નંદના કુમાર
નર્સયાના સ્વામી ઉપર જાવ બલહાર ,હાર, હાર, હાર,——નાગર
આ રાસ એટલે કે કોઈ સામાન્ય રાસ નો’તો, મહારાસ હતો, ને તેમાં છુપું રાઝ પણહતું. નેકહેવાય છે કે તે રાસ જોવા શિવજી પણ વેશપલટો કરી ગોપી બનીને આવ્યા હતા. એકએક ગોપી સાથે એકએક કાહન એમ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને દરેક ગોપી સાથે એવા મસ્તાન બની ઘૂમ્યા પ્રેમરસમાં તરબોળ કરીને અલોઉંકિક આનંદની અનુભૂતિ કરાવી. રાધાજીને અને સર્વે ગોપીઓને એમજ લાગતું કે કાનો તો માત્ર મારી સાથેજ રમી રહ્યો છે. ને રાસ રમતા રમતાતેના નાકની નથની જેમાં ઘણા મોતી અને કીમતી હીરા જડેલા હતા, તે ક્યારે અને ક્યાં ખોવાઈ ગયા તેની સુધ ના રહી. નથની એટલે નાકે પહેરવાનું ઘરેણું, નાકની શોભા અને નાક એટલે દેહની પ્રતિષ્ઠાનું ચિહ્ન, અહમ ભાવ એમ પણ કહી શકાય. રાસ રમંતાં રમતા એમનો અહમ ભાવ ક્યારે ઓગળી ગયો તે ખબર ના પડી. આપણા અંતરમાં રહેલાં જીવનનાં પરમ તત્વો સાથે આપણો સંવાદ સધાયો હોયછે. તે અહમભાવ ઓગળીજવાથી
તે તત્વ સાથે આપણે એકરૂપતા અનુભવતા હોય છીએ. ને આવોઅનુભવ આ ગરબામાંજોવા મળે છે. અહીંયા ભક્તિની પરાકાષ્ઠા બતાવી છે. એ રાસ એટલે આત્માનું પરમાત્મામાં લીન થવું, ભક્ત અને ભગવાનનું મિલન હતું. આનંદ પરમાનંદ હતો.
તો વળી ભગવતગીતામાં એમ કહે છે કે રાસ રમ્યા પછી પ્રભુ એટલે કૃષ્ણ રાધાજીને પૂછે છે રાસ રમવામાં ખૂબ આનંદ આવ્યોને? હવે કોઈ ઈચ્છા બાકી છે/ત્યારે રાધાજી કહેછેકે મને તમારા ખભા પેર બેસાડો. રાધાજીને કૃષ્ણ તેમના ખભા ઉપર બેસાડીને ઘૂમે છે. રાધાજીના મનમાં અભિમાન થયું. કૃષ્ણ એટલે ફક્ત મારા જ. મને જ માત્ર પ્રેમ કરે છે. મારા સિવાય કોઈને પ્રેમ ન કરી શકે, મારા વિના ન રહી શકે. રાધાજીનો આ ભાવ [અભિમાન] કૃષ્ણ જાણી ગયા. રસ્તે જતા વચ્ચે એક વૃક્ષ આવતા રાધાજીને એ વૃક્ષની ડાળીએ લટકાવીને પોતે નીચેથી સરકી ગયા. એટલે જયારે જયારે ભક્તોને અભિમાન આવેછે ત્યારે એમનું અભિમાન ભગવાન ઓગાળી નાખે છે. ને મૂળ સ્થિતિમાં ભોતિક સ્થિતિમાં આવી જતા તેને પસ્તાવો થાય છે. નથનીમાં રહેલાં કીમતી મોતી ને હીરા જેવી કીમતી ક્ષણો હવે જીવનમાં પાછી ક્યારે મળશે? એ ભક્તિનો આનંદ પરમાનંદ હતો, આત્મા ,પરમાત્માનું મિલન હતું. હવે એક ક્ષણનો પણ વિયોગ વિના એ ભક્તિ કાયમ માટે મળી જાય તેના માટે વારંવાર વિનંતી કરે છે, હે કાના તું મને શોધીને આપ. એ ભક્તી રસનું પાન કરાવ. બહુ આજીજી કર્યા પછી રાધાજી એમ પણ કહેછે, નાની કે મોટી નહિ, ઓછી
કે વધારે નહિ જેટલીભક્તિ આપી છે તે યોગ્ય છે.
ફળોમાં આંબો શ્રેષ્ઠ ને સ્વાદ પણ અનોખો, સ્વરમાંકોયલનો ટહુકો એ મને જીવનમાં ક્યારે મળશે? એ ભક્તિરસ પાન માટે જીવનરૂપી વનમાં ભટકી રહી છું. તમે અમારા પ્રાણના આધાર છો. આપની આંગળ અમે હાર માનીએ છીએ. ભક્તોની લાગવગથી કદાચ પ્રભુ કૃપા થાય સમજીને પ્રભુને નરસૈયાના સ્વામી કહીને પુકારે છે. કોઈપણ રીતે આજીજી,વિનવણીથી પ્રભુની કૃપા નથી થતી ત્યારે એક મિત્રની મિત્રને ,એક પ્રિયતમાને તેના પ્રીતમની ટેવની, ખાસિયતની જાણ હોય છે. ત્યારે તે ખાતરીપૂર્વક કહે છે બીજું કોઈ નહિ માત્ર શામળિયો જ નથનીનો ચોર છે. તેમાં પણ એક આનંદ છુપાયો છે.
સાધના કરવા શરૂઆતમાં બની શકે કે સાધકનું મન તે સ્વરૂપમાં ધ્યાન ન લાગે તો ક્યારેક ક્યારેક આવી લીલાઓનો સહારો લેવો પડે છે.કૃષ્ણાવતારમાં જ અનેક પ્રકારની લીલા કરીને ભગવાને ભક્તો માટે પ્રભુને પામવા માટેનો માર્ગ સરળ બનાવ્યો છે. સરળ રસ્તો એટલે ભક્તિ ભર્યું હૈયું ને શુદ્ધ કરી ભાવના જીવન સફળ કરી લઈએ રે. કૃષ્ણની બાળલીલા જેમકે માખણ ચોરવું ગોપીઓના વસ્ત્ર હરન કરવું મટકી ફોડવી માર્ગ રોકીને ગોપીઓને સતાવવું આમ પ્રેમ,મસ્તી અને આનંદભર્યુ જીવન હતું.

પદ્મા-કાન

કુવામાં હોય તો હવાડામાં આવે

શ્રી    ગણેશાય    નમઃ                        ઓમ                      શ્રી સરસ્વતીએ   નમઃ

”કૂવામાં     હોય  તો   હવાડામાં    આવે ”

ખરેખર! એ   શું   સાચું છે?

”કૂવામાં હોય તો હવાડામાં આવે ”   એ   શું    સાચું    છે/   પ્રત્યુત્તરમાં    હું   હા   કહું   કે ના  કહું તો શું ઉચિત રહેશે તે આપણે જોઈએ।    પરિવર્તન   એ   સંસારનો   નિયમ   છે. સમય   મુજબ   પડછાયો   બદલાય   છે.  ને   સમય   મુજબ   બદલાતા   રહેવું એ પ્રકૃતિનો   નિયમ   છે.અનેક   પ્રસંગો   બન્યા   પછી તેમાંથી   સારરૂપ   જે   શિક્ષણ   ઊભું   થાય છે,  તે કહેવતનું   રૂપ લે   છે.  ને   આ   કહેવતો આખરે   આપણે   એટલે   કે   મનુષ્ય એ જ   બનાવેલી   છે.  દરેક   નિયમને   અપવાદ   હોય   છે.  ને  અપવાદ   રૂપ   કહેવતો   કોઈવાર લાગુ પડે છે   અને   કોઈવાર લાગુ  નથી   પડતી.

”તો   કુવામાં   હોય   તો   હવાડામાં આવે”  તેના હકારમાં   જોઈએ   ને   તે  જોવા માટે   આપણે   ક્યાંય  દૂર   નથી   જવાનું।    રાજકીય  ક્ષેત્રમાં જોઈં એ   તો પ્રથમ   મોતીલાલ   નેહરુને લઈ એ     તો  તેમના    વારસાગત   પંડિત   જવાહરલાલ   નેહરુ   ને  તેમના   વારસાગત એટલે ઇન્દિરા   ગાંધી ,રાજીવ   ગાંધી   વગેરે।   અહી    આ   કહેવત લાગુ   પડે   છે.  ને   કહી   શકાય   કે કુવામાં   હતું   તો હવાડામાં   આવ્યું વળી આધ્યાત્મિક   ક્ષેત્રે   જોઈશું   તો પૂજ્ય   પાંડુરંગ શાસ્ત્રી    ઘણા   વર્ષો   પહેલા   તેમના   પિતાશ્રી   માધવબાગમાં   વેદ   ઉપનિષદઅને ભાગવત   ગીતાના   પ્રવોચનો    કરતા   હતાં   ને   તેમની    માંદગીના   કારણે   પ્રવચન   આપવાનું    બંધ    કરવું   પડ્યું।    પણ    પૂજ્ય પૂજ્ય     પાંડુરંગ   શાસ્ત્રી   તેમના   દિકરાએ   તે  કામ   સંભાળી  લીધું।   તેમણે   19   વર્ષની   નાની   વયે    પ્રવચન   આપવાનું   શરૂ  કર્યું,ને   તે   ત્તેમણે   જીવનની   અંતિમ   ક્ષણ   સુધી  ભક્તિ   દ્વારા   સમાજમાં   મોટું   પરિવર્તન લાવ્યા।   અહિ   પણ    કહી  શકાય   કે   કૂવામાં

હતું   તો   હવાડામાં   આવ્યું.

દ્રષ્ટાંતો   જોઈએ   તો  આપણને   ઘરમાં , ગામમાં   ,દેશમાં ,કે   પરદેશમાં   જોવા   મળશે। દૂર   ન  જતાં   આપણા   પૂજ્ય   ગાંધીબાપુ અને   કસ્તુરબા ,  આખી  દુનિયાના   બા   બાપુ   કહેવાતાં ,  તેમના   જીવનમાં    વિપરીત   થયું।  તેમના   જીવનમાં   વિપરીત   થયું।  તેમના

એક પુત્રમાં    રાજકીય આધ્યાત્મિક   કે   સાંસ્કૃતિક   એવા   કોઈ   જ  ગુણ   તેનામાં    નોતાં। તેથી    બાપુનું   જીવન   દુખીદુખી   થઇ   ગયું.અહિયાં   આ   કહેવત   ખોટી   પડે   છે.

વળીઆધ્યાત્મિક   ક્ષેત્રે   નજર   કરીશું   તો   ખૂબ   પ્રસીદ્ગઘ   એવા  આસારામ   બાપુ   તેમના જીવન   ચારિત્રય   પર   જે   ઉહાપોહ   થયો   તેજ ઉહાપોહ   તેમના   પુત્ર   નારાયણમાં   આપણને    જોવા   મળ્યો।  ને  તે   આખી   દુનિયા   જાણે   છે.  ને   અહી   કહી   શકાય   કે   કુવામાંથી  હવાડામાં   આવ્યું।  બીજી   કહેવત   બાપ    એવા   બેટા   ને   વડ   એવા  ટેટા   એમ   કહી

પદમાં-કાન

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

શ્રી ગણેશાય  નમઃ              ઓઓમ            શ્રી સરસ્વત્યેઇ નમઃ
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ એ માડીના હૃદયમાં નિરંતર વહેતું પવિત્ર ઝરણું છે ! પ્રેમમાં ના કોઈ આશા કે ન કોઈ આકાંક્ષા, ના કોઈ માગણી, પ્રેમ અટેલે આત્મસમંર્પણ!
ભગવાન  પણ  જુવે છે ભાવ  ને  એનેe જોઈએ છે ભાવ.   ભાત ભાત ના ભાવોમાં  થાયે શબ્દોનું  સર્જન।
તો   આઈ. સી.  સી.  મીલપીટાસ  ના હોલ મા  કા ન  થાયે  પ્રેમનું  દર્શન / બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ
પ્રેમ એ હૃદયનો  ભાવ છે। ચાહે  હોય તે કોઈ વ્યક્તિ ,પશુ પંખી કે  પછી હોય  કોઈ  વસ્તુ  પ્રત્યેનો પ્રેમ
આસ્થા,શ્રધ્ધા, વિશ્વાસ ,ભક્તિ દયા , કરુણા ,લાગણી ,સેવા
આ  સર્વે  ભાવો  થકી  સહુ  દર્શાવે પ્રેમ ,જેને જે જોઈએ તે ભાવ થકી તેને લાધે પ્રેમ
બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ
સંબંધ આધારિત માનવીય પ્રેમના કેટલાય દીસે આદર્શ રામાયણમાં
પિતા પુત્ર ,પતિ પત્ની ભાઈ ભાઈ ,માલિક નોકર કે પછી હોય નર વાનર।
પ્રેમમાં છે અજબ શક્તિ ,રાવણ સાથ યુદ્ધમાં થયા વાનરો જખ્મી
એક જ અમી દ્રષ્ટિ પ્રભુ રામની મળી ,સહુ જખ્મો ગયા શમી।
ક્ષમા મૂર્તિ મહાવીરે શાંત કીધો પ્રેમથી , ચંડકૌશિક નાગને જે હતો ભયંકર ઝેરી
બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે
મૈત્રી પ્રેમમાં યુદ્ધમાં રથ હાંકી બન્યા અર્જુનના સારથી ,શબરીના જુઠુંઠા બેર ચાખી
નરસિંહ મહેતાની હુન્ડ્ડી સ્વીકારી ,હલ્હાલતા ઝેર હળહળતાં ઝેર મીરાંબાઈના પચાવી
દર્શાવે પ્રેમભક્તિ ,સકામ ભકિત કે નિષ્કામ ભક્તિ ,માંગે ના મુક્તિ સમર્પણમાં રહે સદાય પ્રેમ મસ્તી
બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ
આ કાયાને પણ જોઈએ છે પ્રેમ કરીએ પ્રેમ ,ધ્યાન ,યોગા વ્યાયામમાં રાખી નેમ
મરજી મુજબનું વિતાવી જીવન ,જીવનમાં સદા રહેશો નંબર વન
મોટામોટા ગ્રંથો મોટીમોટી વાતો ,ભગવતગીતા ને રામાયણ પૂરું ના થાયે પ્રેમ પારાયણ
આપણેછોટા ને છોટી છોટી વાતો ,તેમાંથી લઈએ માત્ર અઢી અક્ષરનું પ્રેમ રસાયણ
જે કદી ન થાયે ક્ષર ,નિઃસંદેહ કરીદે વિશ્વાશાન્તીમાં સહુનું જીવન પાવન
ભરીદે પ્રેમ ભરીલે પ્રેમ ભરીને દઈદે પ્રેમ
બાકી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ

પદમાં-કાન

મધુરાષ્ટ્કમ પ્રસ્તાવના

શ્રીગણેશાય નમઃ                   ઓમ                      સરસ્વત્યે નમઃ
આધ્યાત્મિક  ક્ષેત્રમાં સૂર્ય સમાન ઝળકી રહેનાર પાંડુરંગ શાસ્ત્રીને કોણ નથી જાણતું /પાંડુરંગ શાસ્ત્રી આઠવલે નો જન્મ 19ઓક્તોબેર 1920 માં કર્મયોગી
બ્રામ્હણ પરિવારમાં થયો.19વર્ષની નાની વયમાં પિતાશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે માધવબાગ પાઠશાળામાં પ્રવચન શરૂ કર્યા ,જે જીવનના અંતિમ ક્ષણ સુધી ભાગ્વાત્વિચાર માધવ બાલ પાઠશાળા માંથી વિશ્વના ખૂણે ખૂણે વહેતાં રાખ્યાં ,અને પ્રચંડ વૈશ્વિક કાર્ય ઊભું કર્યું।
જયારે 1947માં ભારત છોડોના ગુંજ વહેતાં હતાં ત્યારે દાદાજીને એમ થતું હતું કે ભારત જોડોનું કામ કોણ કરશે /ત્યારે ભક્તિ એ જ માણસ માણસ ને
જોડી શકે છે.અને ભક્તિ એ સોશ્યલ ફોર્સ પુરવાર કરવા ભક્તિની બેઠક ઉપર પ્રચંડ કાર્ય ઊભું કર્યું અને ભક્તિથી સમાજમાં મોટું પરિવર્તન લાવ્યા।
ભક્તિથી સમાજ બદલી શકે તે તેમણે અલગ અલગ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું।જેમકે યોગેશ્વર કૃષિથી હઝારો ગામોમાં માનવ પરિવર્તન થયું।
મત્સ્યગંધા જેવા પ્રયોગથી માછીમાર સમાજમાં અમોઘ પરિવર્તન આવ્યું।એના પરિણામ તરીકે ભારત સરકારે પદ્મવિભૂષણ ,ફીલીપન્સ સરકારે મેક્સેસે
એવાર્ડ અને આંતરરાષ્ટ્રીય તેમ્પ્લ્તન એવાર્ડ આપીનેં એમના કાર્યની પુષ્ટિ કરી.
દાદાજીનું મધુરાષ્ટકમ વાંચ્યું ત્યારે તેના રચયિતા એટલે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ સ્મૃતિપટ પર છ વાઈ ગયા.શ્રી વલ્લભાચાર્ય અને
પાંડુરંગ શાસ્ત્રી ભાવભક્તિ અને કૃતીભાક્તિનો એ આ બન્નેના જીવનમાં સંપુર્ણ સમન્વય દેખાય છે.જેમકે ગાડાના બે પઈ ડા। આપણા જીવનમાં પણ
એકલી ભક્તિ કરે ન ચાલે,સાથેસાથે મનુષ્યની આધ્ત્યામિક પ્રગતિ માટે સદંતર નવીનવી યોજના કરતાં રહેવું જોઈએ।
પૂજ્ય દાદા ભક્તિના મહાન સિદ્ધાંતોને વ્યવહારની ઘરઘથ્થુ ભાષામાં મૂકી સર્વજન સુલભ કરી નાંખે છે.વળી ”યે યથા મમ પ્રપધ્યંતે તાન્સ્તથે એવ
ભજામ્યહમ ”.ભક્ત જે રૂપે મને ભજશે તેવો હું  થઈશ.જીવનની ઉચાઈ ખૂબ વધે તો ભગવાન બાલક થઈ જાય.એક વાત યોગેશ્વર ભગવાને ખૂબ
સરસ રીતે સમજાવી છે.
બાળક પાસે મગાય નહિ અને રડાય નહિ,તો જ ભગવાન બાળસ્વરૂપ થાય.નાના બાળકને આપણે પેંડો,ચોકલેટ અથવા તો બીજી કોઈ વસ્તુ આપીએ તો બાળક ખુશ થાય તો તેવી રીતે આપણે ભગવાન પાસે રડવાનું ને માગવાનું બંધ કરી ભગવાનને કાઈ આપવાનું વિચારીશું તો બાલ્ક્રીશ્નાની ઉપાસના શરુ થશે.
ભક્ત જીવનમાં જીવનની અને વૃત્તિની એક વિશિષ્ટ ઉંચાઈ આવી ગયા બાદ તલ્લીનતા આવે છે ચિત્ત એકાગ્ર થાય છે.અને તે વખતે ભકત અને
ભગવાન બે જ જણા હોય છે તેમનું જુદું જ વિશ્વ હોય છે.દ્વૈતની આ અંતિમ સ્થિતિ છે। આગળની અદ્વેત ની સ્થિતિ છે.ભક્ત અને ભગવાન જુદા રહી
જ ના શકે.
દસમો અધ્યાય ભગવાનની વિભૂતિથી ભરેલો છે.આપવામાં માધુર્ય છે એ ખરું પરંતું ભાવથી આપનારનું લેવામાં માધુર્ય છે.ગુરુ દક્ષિણા નથી લેતાં
ગુરુ તો સમર્થ છે.પરંતું સામેવાળો ”હું લેવાવાળો છું ”આવો ન્યુંન્ગંડ નિર્માણ ન થાય,આપવાનો આનંદ તેને પણ મળે સ્વીકારવામાં આનદ છે.
તેથી ગુરુદક્ષિણા સ્વીકારે છે.નિરપેક્ષ અને નીરકાન્ક્ષ ભગવાન ,પોતે પૂર્ણ હોવા છ તાં ભક્તોએ આપેલું સ્વીકારે છે.
ભગવાન તો મધુર છે જ પણ પોતાપણાનો ભાવ અંદર જાગે ત્યારે ખરેખર તે મધુર લાગવા માંડે છે.’મારા’પનામા સોંદર્ય છે.માધુર્ય આત્મીયતામાંથી અથવા ભાવથી નિર્માણ થાય છે.
કર્યા વગર કંઈમળતું નથી,મફતનું લઈશ નહિ,કરેલું ફોગટ જતું નથી,નિરાશ થઈશ નહિ,કામ કરવાની શક્તિ તારામાં છે,લઘુગ્રંથી બાંધીશ નહિ,
કામ કરતો જા ,હાક મારતો જા ,વિશ્વાસ ગુમાવીશ નહિ,મદદ તયાર છે.સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે ને ઈશ્વરને પામી શકે તે માટે
આ ગીતાનો સંદેશ આપી દાદાએ માનવ જાતને અમૂલ્ય ભેટ આપી છે.

પદમાં કાન

મધર્સ ડેની શુભકામના

For all the mothers and grandmothers:

 

શ્રી  ગણેશાય  નમઃ                 ઓમ                સરસ્વતીએ  નમઃ 
                         માતૃદેવો  ભવ      મધર્સ ડેની શુભકામના 
પહેલો ગુરૂ  માં  ,સો  શિક્ષક  બરાબર  એક  મા 
જન્મ્યા  ત્યારથી  શરૂ  થયું  કામ શીખવાનું જાતજાતનું 
પ્રથમ ,સ્તન મોઢામાં  મૂકતા મા  ,શીખી  ગયી હું  ચૂસતાં 
દાંત  આવતાં  શીખી  હું ચાવતાં ,જાતજાતના સ્વાદ  કરાવે  માતા 
પાપા ડગલી  મામા  ડગલી  ભરી ,શીખી  ગઈ  હું  ચાલતાં 
થોડી હું  મોટી  થઇ ત્યાં  નખરા  શરુ  થયા  ,ભાવવા  ન  ભાવવાના 
શિસ્તમાં સખત  માત  મોરી ,નાળીયેરના  ઉપરના  પડ  જેવી 
શ્વેત ,પવિત્ર  ,મીઠું ,મધુર હર્દય  હતું  અંદરથી 
માત  વિનાની  તેની  બે  પુત્રવધુને  રાખતી  હતી ખૂબ  પ્રેમથી 
ન  ભાવે  એ  વસ્તુના  કોળિયા  પહેલાં  ભરાવે  જમવામાં 
ના ખાઉં  તો ભાણેથી  ઉઠાડે , છોડે  ના  ખાધા  વિના 
હસતાં  ખાવ  કે  રડતા  ખાવ , ખાવા  પડતાં લાડવા ,લાપસી , ને  કોળિયા  શીરાના 
ખાતાં  ના  શીખવ્યું  તારી  માએ/ એ  શબ્દ  ન  સુણવા  માંરે  કાને 
ને  ખરેખર /સાસરીયે  આવતાં પ્રથમ  શીરો  પીરસાયો  ભાણામાં /
માની શિખામણ  યાદ  આવતાં ,આવી  ગઈ  સાનમાં ,
ને  આમ  કરતાં  શીખી  ગઈ લાડવો, લાપસી ને શીરો  ખાતાં  આવી  ગઈ  પૂરા  ભાનમાં 
વર્ષો  વીતી ગયા  ને આવી  ગઈ હું  ફોરેન  દેશ  અમેરિકામાં ,
નાનપણમાં  તો  હતી  એકજ  માં  જેની  સામે કરતી  હું  રીસામણા  મનામણા 
અહિયાં  તો બે  બે  પુત્રવધુ  તેની  સામે  શું  કરું  રિસામણા  કે  મનામણા /
હોંશેહોંશે  બન્ને  બનાવે  નવી  ડીશ ,ચાય ફૂડ  ને  થાય ફૂડ 
કેમ  કરીને  ખાવું  મારે  માય  ફૂડ /
અડધું  અંદર  ને અડધું લટકે બહાર , ખાતાં  ન  ફાવે  મુજને ,
છરી  કાંટાનું , નાનુંશું  યુધ્ધ લાગે  ,ત્યાં  ભય  લાગે  કોઈ  જોઈ  જાશે  મુને/
માની  કેળવણીમાં  ચાલશે ,ફાવશે ,ગમશે ,ને  ભાવશે ,
એ  શબ્દોને  વણી  લીધાં  હતાં જીવનમાં 
વાર  ન  લાગી  મુજને બે  બે  પુત્રવધુમાં એડજેસ્ટ  થતાં  અમેરિકામાં
માતાએ  શીખવ્યું  બાળપણમાં ,પુત્ર્વધુઓયે શીખવ્યું  ખાતાં ઘડપણમાં 
કક્કો બારાખડી મા શીખી નહોતી ,પણ  બીજાને ભણાવવાનો આગ્રહ  રાખતી હતી 
પ્રયત્ન કરતાં  વિષ્ણુસહસ્ત્રનામ ,અને મહિમ્ન જેવા સ્તોત્ર  સહુ  સાથસાથ એ બોલતી હતી 
યાદ તાજી થાય છે કમ્પ્યુટર શીખવા જયારે પુત્ર ,પૌઉત્ર ,કે પુત્રવધુ પાછળ હું લાગું છું 
જોડાક્ષર ના ઉચ્ચાર માં બરાબર ના બોલે ત્યારે થોડી હું અકળાતી હતીઃ ,માં કાઈ બોલતી નહોતી ,
ઠોઠ નીશાળીઓ હું છતાં મારી સાથે ના કોઈ અકળાય છે 
બલ્કે પોતાના કામમાંથી સમય આપી ,મને પ્રોત્સાહિત કરે છે 
પ્રોત્સાહન આપવામાં પ્રજ્ઞાબેન પણ ન રહે પાછ્ળ સીનીયરમાં 
તારા પાડ નો ના પહાડ કરું ,તારું પોઝીટીવ થીંકીંગ હર પલ મનમાં ધરું 
પોઝીટીવ થીન્કીન્ગનો ખઝાનો લુંટાવું સહુ માતને 
પાઠવું શુભેચ્છા શુભ આ માતૃદીને 
ના કોઈ ફરિયાદ કરું ફરીફરી તને યાદ કરું બસ યાદ કરું 
તારી દીકરીપદ્માના પ્રણામ 
જયશ્રી કૃષ્ણ

અરવિંદાબેનને જન્મદિન મુબારક

શ્રી ગણેશાય નમઃ                ઓમ                શ્રી સરસ્વત્યયે નમઃ
શ્રીમતી અર્વીન્દાબેનને એંશી વર્ષ પુરા નિમિત્તે શુભેચ્છા એંશી
એંશી વરસે પણ કમળ ખીલતું રહે
સહુ સીનીયર મળી અર્વીન્દાબેનનું સ્વાગત કરે।
ચાર બેનોમાં એ બડી સહુને સંભાળે પ્રેમથી લડી
એ જમાનામાં બીએબીએડ કરી ,સર્વિસ કરી
દઈ સાચું શિક્ષણ ,બનાવ્યા બાળકોને સંસ્કારી
શાળામાં પણ ભણાવે એવું સુંદર
બાળકો લઇ આવે અવ્વલ નંબર
ભલે આવે કેટલાએ એટેક એટેક પર એ એટેક કરે
પેરાટ્રાન્ઝીટમાં એ સફર કરે વ્હિલચેરનો લઈને ટેક
અજબ છે એમના મનની શક્તિ ,હસતાં,રમતાં ,ગુજારે છે જિંદગી
જરૂરીયાત છે જેને તત્કાળ મદદ કરવા દોડે
હરવા ,ફરવાનો શોખ ઘણો સાથ ટેસ્ટી ટેસ્ટી જમવાનો
જમતાં જાય જમાડતાં જાય ,પેટની આંતરડી સહુની ઠારતા જાય
સંતાનો મનાવે એંશી વર્ષ ,ઉરમાં ન માંયે માતાનો હર્ષ
દેવી ગાયત્રી માતાનો હવન થાય ,સિધ્ધી વિનાયક મંદિરમાંય
શુભેચ્છા પાઠવતાં સહુ સિનિયરો સહ ,પદ્માબેન કોશિશ કરે ,
શેષ જીવન તેજસ્વી ,આનંદદાયી બને

પદ્મા -કાન

તો સારું

ઉપસ્થિત વ્હલા મિત્રો ,

આપ જાણો સહું જાણો છો તેમ દેરક વ્યક્તિમાં અદમ્ય શક્તિ છે, એ શક્તિને ખીલવવાનો પ્રયાસ થાય”તો સારું” જેથી ફુલી ફાલીને પાંગરે ,આપણે બધા ટીવી સિરીઅલ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ,સારેગમ ,જોઈએ છીએ ,તે કાર્યક્રમોમાં અવનવા કલાકારો પોતાની ગુઢ શક્તિઓને વાચા આપે છે.તેમના માટે આ પ્રેરણાદાયક મંચ છે.
તેવી રીતે ગુજરાતી ભાષાને જીવંત રાખવા,તથા નીતનવા સર્જકો અસ્તિત્વમાં આવે ,એ શુદ્ધ હેતુ પૂર્ણ થાયતે માટે આ  ”બેઠક”  નો મંચ પણ પ્રેરણાદાઈ છે,આ મંચના પ્રેષકો,સર્જકો,તેને સદાય પ્રગતીશીલ રાખવાના પ્રયાસ કરનાર સર્વ કાર્યકર્તાઓને મારા અંતરના શુભ આશિષ.
હું નાની હતી ત્યારે લખતી હતી, પણ સમયની સાથે કયાં આલોપ થઇ ગયું તે ખબર ન પડી, ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઈ ગઈ છે…. એટલું” તો સારું” છે કે એ કળા સંપૂર્ણ મુરજાય ન હતી જેથી આજે “બેઠક”માં લખવાની અને બોલવાની હિંમત કરી શકી છું.
તો વિચાર આવે છે કે આ થાય તો સારું ,ન થાય તો સારું ,મળે તોય સારું ,અને ન મળે તોંય સારું…હું મારી પ્રગતી કરવા માટે લખું છું માત્ર મારે મારી જાતે ધ્રુજતા પગે અને હાથે ઉંબરા ઓળંગવાના છે ,તો” યા હોમ કરીને પડો ફતેહ છે આગે “
ગાડી બીજા પાટે લઇ જાઉં તે પહેલા એક વાત કહીશ કે ઘરમાં પડેલા સુંદર પુષ્પોને જોઈ મને પ્રેરણા મળી છે  કે “મમ હૈયાના ગગનમાંહી એવું એ વસતું ,દિનાન્તે આજ સકલ નિજ અર્પી ઝરી જવું। .”સાચા ફુલોના હકારાત્મક અભિગમ જોઇને મારા મનમાં એવી લગની લાગી  કે ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને આપણે પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોપવાનો છે, તો ફુલ નહિ ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું તો સારું। ….મારું જીવન અંજલી થાય તો સારું।…ધ્રુજતા પણ વણ થાક્યા હાથે આ કલમ માતૃભાષા ને સમર્પિત થાય તો સારું ….

પદ્મા -કાન