About

padma-kan

મિત્રો,

આજે બ્યાસી વર્ષના આપણી બેઠકના હકારાત્મક અભિગમ સાથે જીવતા પદ્માબેન શાહ ની રજૂઆત લઈને આવી છું,માસી ની અંદર ની ધરબી રાખેલી લેખિકાને એમણે બેઠક દ્વારા જગાડી છે,એમને માત્ર લખવું નથી પણ ભાષા અને સાહિત્ય નવી પેઢી ને સોપવું છે,એમણે બેઠક દ્વારા પોતાની ભાષાની અભિવ્યક્તિ જાણે પાછી મેળવી છે. સૌથી વધુ આ ઉમંરે પણ સમાજને કૈક દેવું છે તેવી ભાવના રાખે છે ,આજે પણ કહે છે ફુલની પાંખડી સ્વરૂપે મારી ભાષા અને સાહિત્યને હું કંઈક પ્રદાન કરી શકું “તો સારું”. એમણે ઉંબરા ઓળંગી હિમંત દેખાડી છે, તો આપણી ફરજ છે કે આપણે એને પ્રોત્સાહન આપીએ

3 thoughts on “About

  1. પદ્મામાસી જયશ્રી કૃષ્ણ,

    બ્લોગની દુનિયામાં આપનું સ્વાગત છે આપ પહેલા પણ લખતા હતા પણ હવે આપના લખાણ ને મુકામ મળ્યો કારણ બ્લોગ બહુ સારુ માધ્યમ છે લખવા માટે અને રચાતા સાહિત્યને સાચવવા માટે.આપના જ્ઞાનનો સંદુક બ્લોગ દ્વારા આવતી પેઢી વાંચશે ,સૌથી વધારે મને તમારી ધગસ અને નવું શીખવાની લગન ગમે છે આ ઉમરે આપ કૈક નવું કરો છો એ પ્રસંશા ને પાત્ર છે લખવુ એ એક કળા છે અને સારુ લખવુ તે કેળવણી..અને લખાણ ની નિયમિતતા થી સિધ્ધિ છે પ્રાપ્ત થતી હોય છે.માટે લખજો જરૂર। ….

    -​વિચારોના ​ મોતિ પરોવી રાખજો,
    વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
    તમે પુરવાર કીધું કે ઉમરને સબંધ છે લખવા સાથે
    પણ હા તમારા પ્રસંશકો ની યાદીમાં,
    એક નામ અમારું પણ રાખજો ..
    શબ્દોના મોતિ બ્લોગમાં પરોવી રાખજો, પળમાં માસી
    વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

  2. પ્રજ્ઞાબેન ,આપની શુભેચ્ચાને હું આવકારું છું.આપની પ્રેરણાથી જ હું આગળ વધી રહી છું,એમાં શંકાને જરા પણ સ્થાન નથી.આભાર એની સામે બહુ નાનો લાગે છે.

Leave a comment