પ્રભુ! જ્ઞાની જીવન દે

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“પ્રભુ! જ્ઞાની જીવન દે”

પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેના  દ્વારા ઘણું બધું આપ્યું છે. જ્ઞાન આપણને અનેક રીતે મળે છે.માતા, પિતા, ગુરુ દ્વારા, કોઈ પુસ્તક દ્વારા, મળેલા જીવનના કડવા મીઠા અનુભવો દ્વારા, મિત્રો દ્વારા ઘણું બધુ જ્ઞાન આપણને મળે છે.ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન સાથેના સંવાદમાં પૂર્ણ જ્ઞાનની માહિતી આપી દીધી છે.વળી પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેમાં  ભ્રમણ કરવા આપણને તેમાં છોડી દીધા.તેમાં કોઈ જાતનું બંધન નથી રાખ્યું.જ્યાં જ્વુ હોય, જે લેવું હોય, ને જેટલું લેવું હોય તેમાં કોઈ મર્યાદા નથી રાખી.તેમાં ફક્ત તમારી ઈચ્છા શક્તિ, પ્રબળ ઈચ્છાને તે મેળવવાની ધગશ, સતત જાગૃતતાની જરૂર  છે.હું જે જાણું છું તેને સમજી શકું, જે સમજુ છું તેને જીવનમાં ઉતારી શકું ને પ્રયત્ને મારા અંતરમાં પ્રભુની કૃપાથી  જ્ઞાન  પ્રગટે.

વળી જ્ઞાની જીવન દેકહેવાથી જ્ઞાની જીવન નથી મળી જતું.તેના માટે લેવું પડે છે.તેમાં મારા મંતવ્ય પ્રમાણે આપવા કરતા લેવાવાળાની ઈચ્છાની ગુણવત્તા કે ક્વોલીટી કહો તેના પર બહુ આધાર રાખે છે. એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને સમાન ભાવે ગુરુ શિક્ષા આપે છે, તેમાં કોઈ ભેદભાવ  ન હોવા છતાં આપણે જોઈએ છીએ કે સોમાંથી એકનો જ પહેલો નંબર આવેછે કેમ?ગુરુએ બધાને એક સાથે જ સમાન ભાવે વિદ્યાનું વિતરણ કર્યું હતું પણ જે લેવાને અસમર્થ  કહો કે, બેધ્યાન કહો કે ન લેવાની વૃત્તિ કહો તે વિદ્યાર્થી તે જ્ઞાન ન લઈ શક્યા. તેવી જ રીતે તેનાથી ઉલટું આપણે જોઈએ કે એકલવ્ય તે નીચી જાતિમાં જન્મ્યો હોવાથી તેને દ્રોણ ગુરુએ અવગણીને વિદ્યા પ્રાપ્તિ માટે નાસીપાસ કર્યો. છતાં એકલવ્ય હિમ્મત હાર્યા વગર ખાસ તો એ કે ગુરુએ તેનો અનાદર કર્યો પણ તેને તો ગુરુ પ્રત્યે એટલી શ્રધ્ધા રાખીને ગુરૂનું માટીનું પૂતળું બનાવ્યું.તેમાં જ ગુરુના પ્રાણ  પૂરી તે જ બાણ વિદ્યા  તે શીખ્યો જે ગુરુની સમક્ષ રહીને અર્જુન શીખ્યો.આના પરથી આપણને સમજાય છે જ્ઞાન દેવાથી નહી પણ અંતરની પ્રબળ ઈચ્છાથી પ્રગટ થાય છે.ને અંતરમાંથી ઉદભવેલું જ્ઞાન એ જ  સાચું જ્ઞાન છે.

જ્ઞાન એટલે પ્રકાશ, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની માંગણીછે.અંધારામાં આપણે ગોથા ખાઈએ છીએ.પ્રત્યેક કાર્યમાં તર્ક વિતર્ક કરીને શંકામાં ગોથા ખાઈએ છીએ. શંકા હોય ત્યાં ભય આવે છે. શું સાચું ને શું ખોટું?એવા મનમાં પ્રશ્ન ઉઠે છે, ને ન સમજાતા ભક્ત હ્રદય બોલી ઉઠે છે, “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય”પ્રભુ સુધી પહોચવાનો એક માર્ગ ભક્તિ માર્ગ છે, તે પણ ગુરુએ ચીંધ્યો હોય, તે માર્ગ પર ચાલતા ચાલતા પ્રભુમાં લીન થવાય, ઐક્ય થવાય એ જ જ્ઞાન ને એ જ પરમેશ્વર, એ જ સત્ય .ગાંધીબાપુએ સત્યને જ પરમેશ્વર માન્યા  હતા.

ભાગવતગીતામાં  પહેલા ૬ અધ્યાયમાં કર્મયોગ ,૭થી૧૨ અધ્યાયમાં જ્ઞાનયોગ અને ૧૩ થી૧૮ અધ્યાયમાં ભક્તિયોગ સરસ રીતે સમજાવ્યું છે.યોગ એટલે જોડાવું, કર્મયોગમાં સમજાવતા કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફ્લેશું કદાચન.  કર્મ તો નિત્ય કરતા રહેવું પણ કેવી રીતે?તેમાં આસક્તિ રાખ્યા વગર નિર્ણય પ્રભુને સોપી દેવો. જ્ઞાન દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થાય.ને છેવટે ભક્તિયોગ, ભક્તિ  દ્વારા પ્રભુની પ્રાપ્તિ, જેવી રીતે નરસિહ અને મીરાને અનુભૂતિ થઈ હતી.તેઓ કોઈ યુનિવર્સીટીમાં ભણવા નોતા ગયા, છતાં તેમની પાસે ઉત્તમ પ્રકારનું  જ્ઞાન હતું તેથી તેમણે પ્રભુના દર્શન થયા હતા.

“જ્ઞાની જીવન દે”આ વિષય અતિ ગહન છે તેમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાવ, ઉતરતા જાવ, નેને મારું સાચું સ્વરૂપ શું છે તે ખબર પડે  તે જ સાચું જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે એ જ સત્ય એજ જ્ઞાન.

પગ મુક્યો મેં ઉંબરની બહાર, શોધવા નીકલ્યો હું જ્ઞાન, પ્રભુ!જ્ઞાની જીવન દે

ઉંબર તો ઓળંગી લીધો એમ સહજ, તોય ના આવ્યું જ્ઞાન

કારણ કે, એ તો મારી સહજ બુધ્ધિનું હતું જ્ઞાન

ચાલતા ચાલતા, પગમાં કાટો વાગ્યો, ને પગ ગયો થંભી

ફટક દઈને ખેંચી કાઢ્યો કાંટો, તો નીકળી ગયો એ વાર,

નહી તો જિંદગી ભર ખોતરતા ખોતરતા ના આવ્યો હતે પાર!

રખડી કુદરતને ખોળે મેળવવા હું જ્ઞાન!

નાના નાના રંગ બેરંગી પુષ્પોને પૂછ્યું, કોણે દીધું આ સૌન્દર્ય અને સુવાસ?

આ સૌન્દર્ય અને સુવાસ એ તો મૂળ બીજમાં જ હતું

તેથી રહ્યા અમે મઘમઘાટ!

ઉચા, ઉચા શિખરો ધરનતા પર્વત, પહાડોને પૂછ્યું

આટલા ઉચા થવાનો શો કરવો પડે પ્રયાસ?

કઈ નહી, બસ ઊભા રહો, ઊભા રહો

એટલે શું?

એટલે કે તપસ્યા.

એટલે કે દિવસ ઊગે ને આથમે, શિયાળામાં હુહુ કરતા ઠુંઠવાઇ મરો

ને ઉનાળામાં?

ભર તડકામાં તપી રહો, તપી રહો અગ્નિ સ્નાન કરતા રહો

તપસ્યાથી થાયે જ્ઞાન, ત્યારે જ ઉત્તુંગ શિખરે ઊભું રહેવાય.

ને ચોમાસામાં?

કોઈ આવે કે ના કોઈ વાવે, પૂર્વજન્મના સંસ્કાર ત્યાં આવે

ને ઉગી નીકળે રંગબેરંગી ફૂલ અને ફળ, વીના ખત

એક એક અણુને પરમાણું, હોયે શુધ્ધ માતાપિતાનું

ત્યાં આપોઆપ પ્રગટે ત્રણેય દત્ત

આત્રેય ઋષિ નેં અનસુયા માતાનું બાળ, દત્તાત્રેય

વિસર્જન ને સર્જન કરતા કરતા જ થાય નવસર્જન

કરતા જાવ કુકર્મનું વિસર્જન જીવનમાં, વિશુધ્ધ થતું જાયે મન

શુધ્ધા હી બુધ્ધિ: કિલ કામધેનું વિશુધ્ધ બુધ્ધિ કામધેનુંની માફક જીવન વિકાસના બારામા યથેચ્છ ફળ આપે છે.બુધ્ધિને વિશુધ્ધ કરવા માટે તેને રોજ સ્વાધ્યાયથી સ્નાન કરાવવું જોઈએ. માનવી ભલે બધું ખોઈ બેસે પરંતુ જો તેની બુધ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે.

નિજ સત્ય સ્વરૂપનું થાયે દર્શન, એ જ સત્ય અને એજ જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે બસ, એજ સત્ય અને એજ જ્ઞાન.

પદમાં-કાન

“ના હોય”

શ્રી ગણેશાય નમઃ                                               ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“ના હોય”

ઇન્ડીયામાં ઘર દીઠ ગાડી ના હોય, અમેરિકામાં ઘરઘાટી ના હોય!

અમેરિકામાં સવાર થતા ફોનમાં હાય હાય શરૂ થઇ જાય? ના હોય!

ઇન્ડીયામાં સવાર થતા કામવાળી બાઈની હાય હાય શરુ થઈ જાય “ના” “હોય’’

અમેરિકામાં રંગ બેરંગી વિવિધ આકારના સુંદર પુષ્પો ખીલી ઉઠે ગાર્ડનમાંય !

પણ ઇન્ડીયાના જાઈજુઈ, ચંપો ચમેલી, ગુલાબ મોગરાની સુવાસ ત્યાં હોય? ના હોય

અમેરિકામાં સવારના પોરમાં મેડીટેશન કરતા ઓમકારનો ઉચ્ચાર મોટેથી થાય,

તો ત્યાં ડીસ ટર્બ સહુ થઇ જાય. “ના હોય”!

ઓમકાર ઉચ્ચારનો નાદ ઇન્ડીયામાં થતા હવામાં શુદ્ધિ થાય,

વાતાવરણ પવિત્ર બની જાય. “ના” “હોય”!

આજે સવારે સવારે એક ગમ્મત થઈ ગઈ. ફોનની ઘંટી વાગી ને મેં ફોન ઉપાડ્યો ને હલો કહું છું ત્યાં તરત જ ફોનમાં બોલ્યા હું હસું. ને મારાથી બોલાઈ ગયું હસો. પાછા એ બોલ્યા ના ના હું હસું છું. તો મેં કહ્યું ભઈ, હ્સોને મેં ક્યાં ના પડી છે?તો એ બોલ્યા અરે તમે મને ના ઓળખી? તમારા ભત્રીજા વહુની બેન હું હસમુખ! ને મારાથી બોલાઈ ગયું “ના હોય”ઓહ હસમુખ બેન !તો એમ બોલોને/હા. બોલો હવે શું ખબર છે?

હસુબેન-તમે આજનું છાપુ વાંચ્યું?

મેં કહ્યું ના કેમ શું થયું?

હસુબેન –બે ખબર એવી છે ને કે વાંચીને આપણા રુવાડા અધ્ધર થઇ જાય!

મેં કહ્યું ના હોય એવું તો શું બન્યું છે? બેન, તમે જરા સ્પષ્ટતા કરશો

હસુબેન –ક્યાય કદી સાંભળ્યું છે? બાપે દિકરી પર બળાત્કાર કર્યો હોય!

ના હોય!શું વાત કરો છો તમે? માન્યામાં જ ન આવે!

હજી બીજા પણ એવા જ સમાચાર સાંભળતા આપણા કાન ફાટી જાય અને કહેતા જીભ લજવાય ક્યાય સાંભળ્યું છે?દીકરાએ માં પર બળાત્કાર કર્યો!આવું શું હોય?

હે!નાહોય! શું કળજગ આવ્યો છે! નાહોય, આવું ના હોય, આ તો હડહડતો કળજુગ!

હસમુખબેન-હજી એક સમાચાર,

હવે વળી પાછુ શું છે?

હસમુખબેન – આમાં ગભરાવાનુ નથી તમને સાંભળીને સારું લાગશે એ વાત નક્કી. બન્ને પ્રેમી આપઘાત કરવા રેલવેના પાટા પર જઇને સુઈ ગયા. રેલગાડી બન્નેના ઉપરથી સડસડાટ ચાલી ગઈ?

હે! આ તું શું કહે છે! ના હોય! ને તે બન્ને?

હસમુખબેન-તે બન્ને આબાદ બચી ગયા. આવું બને કદી? એ તો એ બન્નેમાંથી કોઈને ઉ નીઆંચ પણ નથી આવી!આને જ કહેવાય રામ રાખે તેને કોણ ચાખે? આતો ખરેખર પ્રભુની મોટી કૃપા કહેવાય.નહી તો આવું ના હોય! હવે તને શાંતિ થઈને?

હાશ મને સારું લાગ્યું, ને એવા કોઈ સમાચાર સાંભળું ને તો જીવ ઉચાટમાં પડી જાય.

હસમુખબેન- બાકી બધું ઠીક છે ને?

હા પણ જો ને, અહિયાં આ બાઈઓનો મને ખૂબ ત્રાસ લાગે છે. અમેરિકા જતા જતા મારા દીકરાએ બાઈને થોડા વધારે પેઈસા આપીએ તો તે રસોઈ પણ કરે અને પપ્પાનું કામતો તે કરે છે એટલે મને થોડી શાંતિ, પણ શું ખાક શાંતિ? ને તમને ખબર છે હસમુખબેન, જે દિવસે મહેમાન આવવાના હોય ને એ દીવસે તો અચૂક તેનો ખાડો હોય જ.

હસમુખબેન-જુઓ બેન એક વાત તમને કહું? અહીના કામવાળા બહુ હોશિયાર હોય આપણી ફોન પર વાત ચાલતી હોય ને તે સાંભળી જાય કે કાલે મહેમાનની પધરામણી થવાની છે તો તમે કહ્યું તેમ સમજી લો ડબ્બા ગુલ!

એમ !ના હોય હૂ તો એને ખાસ કહું કે ભઈ કાલે તું જરા જલ્દી આવજે હો આપણે ત્યાં મહેમાન આવવાના છે

હસમુખબેન –ના હોય, જોજો હવે આવી ભૂલ કરતા!

ના હવે એવી ભૂલ ના થાય, પણ એક દિવસ એવું થયું કે બાર વાગી ગયા હતા ને બાઈ નોતી આવી ને તેમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી બાઈ શું કરે છે? મેં એનો બચાવ કરતા કહ્યું કે દુરથી આવે છે ને એટલે કોઈ વાર મોડું થઈ જાય. તે હજી આવી નથી. તો ઉપરથી મને દબડાવવા માંડી કે કેમ નથી આવી? તમે અમને ફરિયાદ કેમ ના કરી? તમારી બાઈ અત્યારે અમારી ઓફિસમાં મારી સામે ઉભી છે.

હે “ના હોય!” જ્વા દે મારું તો માથું દુઃખી ગયું.ફરી કોઈ વાર મળશું.

પદમાં-કાન

માતૃદેવો ભવ

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                                 શ્રી સરસ્વતીએ નમઃ

માતૃદેવો ભવ

ગયો જમાનો વખત ગયો વીતી,ખબર ના પડી!

ઉષા આવી અને ગઈ મધ્યાહ્ન પણ ગઈ વીતી

આવી ઉભા જીવન સંધ્યામાં.

સવાર ગઈ નાદાનીમાં,મધ્યાહ્ન ગઈ મહેનત અને દોડાદોડીમાં

રંગીલો જીવન સંધ્યાના રંગમાં,માણીલો જીવન સંધ્યાના રંગમાં.

પણ ક્યારે?

હોય શક્તિ  તો થોડું વિચારી લો,હોય શક્તિ તો થોડું માણીલો

નાં હોય એ શક્તિ તો પડી રહો ઘરના એક ખૂણામાં

મળે જેટલી સેવા,માની લો તેને મેવા

આવી ઉભા જીવન સંધ્યામાં.

આ જીવન સન્ધ્યા છે બહુ રંગીલી, પણ તેને પામવા માટે?

દૃષ્ટિને બદલવાની છે,નવી સૃષ્ટિ સર્જવાની છે.

તન્દુરસ્તી જાળવવાની છે,આવી ઉભા જીવન સંધ્યામાં.

વિચારીને એક એક ડગ ભરવાનું છે,મનને પણ સમજાવવાનું છે.

તાલમાં તાલ મિલાવવાનો ,આવી ઉભા જીવન સંધ્યામાં.

સીનીયર માતાઓને મધર્સડેની શુકામના છે સહુને

બનાવો નિરામય જીવન, નિર્મળ બને જીવન.

સુવાસમય બની ખીલી ઉઠશે તમ એ જીવન સંધ્યામાં

પૃથ્વી પર ઉતરી આવે સ્વર્ગ,જે કોઈ સુણેને આચરે પદ્માંકાનનો શબ્દ

પદમાં-કાન

“કુવામાં હોય તો હવાડામાં આવે”

શ્રી    ગણેશાય    નમઃ                                        ઓમ                                 શ્રી સરસ્વતીએ   નમઃ

“કુવામાં હોય તો હવાડામાં આવે”

”કૂવામાં હોય તો હવાડામાં આવે”  એ  શું સાચું  છે? પ્રત્યુત્તરમાં  હું  હા  કહું કે ના  કહું તો શું ઉચિત  રહેશે  તે આપણે  જોઈએ પરિવર્તન   એ   સંસારનો   નિય   મ   છે.   સમય   મુજબ   પડછાયો   બદલાય   છે. ને   સમય   મુજબ   બદલાતા   રહેવું   એ પ્રકૃતિનો   નિયમ   છે.અનેક   પ્રસંગો   બન્યા   પછી તેમાંથી  સારરૂપ   જે   શિક્ષણ   ઊભું   થાય છે,  તે  કહેવતનું   રૂપ લે   છે.  ને   આ   કહેવતો  આખરે  આપણે  એટલે   કે   મનુષ્ય એ જ   બનાવેલી   છે.  દરેક   નિયમને   અપવાદ   હોય   છે.  ને અપવાદ  રૂપ   કહેવતો   કોઈવાર લાગુ પડે છે   અને   કોઈવાર લાગુ  નથી   પડતી।ર ”તો   કુવામાં   હોય   તો   હવાડામાં આવે”  તેના હકારમાં   જોઈએ   ને   તે   જોવા માટે   આપણે   ક્યાંય  દૂર   નથી   જવાનું।   રાજકીય  ક્ષેત્રમાં જોઈં એ   તો પ્રથમ   મોતીલાલ   નેહરુને લઈ એ     તો  તેમના    વારસાગત   પંડિત  જવાહરલાલ   નેહરુ   ને  તેમના   વારસાગત એટલે  ઇન્દિરા   ગાંધી ,રાજીવ   ગાંધી   વગેરે।   અહી   આ   કહેવત લાગુ   પડે   છે.  ને   કહી   શકાય   કે કુવામાં   હતું   તો હવાડામાં   આવ્યું.

વળી આધ્યાત્મિક   ક્ષેત્રે   જોઈશું   તો પૂજ્ય   પાંડુરંગ શાસ્ત્રી    ઘણા   વર્ષો   પહેલા   તેમના   પિતાશ્રી  માધવબાગમાં   વેદ   ઉપનિષદ અને ભાગવત   ગીતાના   પ્રવોચનો    કરતા   હતાં   ને   તેમની   માંદગીના   કારણે   પ્રવચન   આપવાનું    બંધ    કરવું   પડ્યું।    પણ    પૂજ્ય પૂજ્ય     પાંડુરંગ   શાસ્ત્રી   તેમના   દિકરાએ   તે  કામ   સંભાળી   લીધું।   તેમણે   19   વર્ષની   નાની   વયે    પ્રવચન   આપવાનું   શરૂ   કર્યું, ને   તે   ત્તેમણે   જીવનની   અંતિમ   ક્ષણ   સુધી   ભક્તિ   દ્વારા   સમાજમાં   મોટું   પરિવર્તન લાવ્યા।   અહિ   પણ    કહી   શકાય   કે   કૂવામાં હતું   તો   હવાડામાં   આવ્યું. દ્રષ્ટાંતો  જોઈએ   તો   આપણને   ઘરમાં , ગામમાં   ,દેશમાં ,કે   પરદેશમાં   જોવા   મળશે।  દૂર   ન   જતાં   આપણા   પૂજ્ય   ગાંધીબાપુ અને   કસ્તુરબા ,  આખી   દુનિયાના   બા   બાપુ   કહેવાતાં ,  તેમના  જીવનમાં   વિપરીત   થયું।   તેમના   જીવનમાં   વિપરીત   થયું।  તેમના એક પુત્રમાં    રાજકીય આધ્યાત્મિક   કે   સાંસ્કૃતિક   એવા   કોઈ   જ   ગુણ   તેનામાં    નોતાં। તેથી    બાપુનું   જીવન   દુખીદુખી   થઇ   ગયું। અહિયાં   આ   કહેવત   ખોટી   પડે   છે.

વળી આધ્યાત્મિક   ક્ષેત્રે   નજર   કરીશું   તો   ખૂબ   પ્રસીદ્ગઘ   એવા   આસારામ   બાપુ   તેમના જીવન   ચારિત્રય   પર   જે   ઉહાપોહ   થયો   તેજ ઉહાપોહ   તેમના   પુત્ર   નારાયણમાં   આપણને    જોવા   મળ્યો।  ને   તે   આખી   દુનિયા   જાણે   છે.  ને   અહી   કહી   શકાય   કે   કુવામાંથી   હવાડામાં   આવ્યું।  બીજી   કહેવત   બાપ    એવા   બેટા   ને   વડ   એવા   ટેટા   એમ   કહી શકાય.

બીજું   આપણે   મીરાબાઈ   કે   નરસિંહ   મહેતાના   જીવનમાં   ડોકિયું   કરીશું   તો   તેમની   ભક્તિ   હતી   તે  શું   વારસાગત    હતી?   ના,  તો    એ એમનામાં   કેવી   રીતે   આવી?   મારી   સમજ   પ્રમાણે   મનુષ્યને   જે  કાઈ   મળે   છે   તે   તેના   ગત   જન્મની   અધૂરી   રહેલી   ઈચ્છા ,પૂર્વ જન્મના સંસ્કાર ,ને   તેના   કર્મને   આધીન   તેના   ફળ સ્વરૂપે    મળે   છે.   દરેક જણ   પોતાની   પ્રબળ   ઈચ્છા   અને પ્રયત્ને પોતાના    ધ્યેયના  શિખરે   પહોંચે   છે.

વારસાગત  જ   બધું   મળે   એવું   નથી હોતું। કૂવાને આપણે વિશાળ અર્થમાં એટલે જ્ઞાનનો કૂવો એમ ઘટાવી શકાય. જ્ઞાન આપણે અનેક રીતે ગુરુ, મિત્ર, શાળા, યુનિવર્સીટી કે કોઈ સમાજ દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ મળી શકે છે. ટુંકમાં કહું તો ગુરૂથી શિષ્યની શિષ્યથી ગુરુના, મિત્રથી મિત્રના જીવન ને આંકી શકાય. બીજ વિના વ્રક્ષની કલ્પના અસ્થાને છે.

એક સિહનું બચ્ચું  બકરીના  ટોળામાં  રહીને પોતાની  ઓળખ  ભૂલી  જાય  છે,  પણ  પાછુ તે  ટોળામાં  આવી  જતાં  તેને  પોતાની     ઓળખ  થાય  છે,  તેવી જ  રીતે  આપણી આ    ‘’ગુજરાતીસાહિત્યની

બેઠક’’ દ્વારા  ઘણા  બધાને પોતાની  કલાનો  પરિચય  પોતાને  તેમજ  અન્યને  થયો  હશે.

અહી  કહી  શકાય  કે  ‘’ગુજરાતી  સાહિત્યની  બેઠક’’  હતી  તો  ત્યાંથી  અમારી  કલાનો વિકાસ  થઈ  રહ્યોછે.  પ્રેરણા મળી  રહીછે.  નેજ્ઞાન  પ્રાપ્ત  થાયછે.

વળી  મોડર્નસાયન્સ  એમ  કહે  છે  કે ‘What you don’t you use, you lose, so આપણી આ સભાએ અમને, આપણને આરીતે Brain ની અકસેરસાઈઝ કરવાની તક આપી તે બદ્ધ્લ ધન્યવાદ.

પદ્મા-કાન

“કમોડ”

શ્રી ગણેશાય નમઃ                                                 ઓમ                                શ્રી સરસ્વતીએ નમઃ

“કમોડ”

કોઈએ ન કીધી સુધી આજ તેની કરું હું વાત આજ

ઉઠતાની સાથે   જરૂર પડે ,તેની પાસે જવું પડે

નામ દેતા નાક મચકોડે,તોય તેની પાછળ દોડે

જયારે જાઓ ત્યારે એ તેયાર,તોય ના કરે આમ જનતા પ્યાર

એ ક્મોડને કરું હું વંદન,જે કરે કચરાનું નિકંદન

ધરતીમાતા જેવું કરે કામ,હલકો થવાદે તમારો ભાર

કોઈ લેખક કે કોઈ કવિ, કોઈ જ્ઞાની કે વિજ્ઞાની

સદ વિચારનું ઉદ્ગમ સ્થાન શૌચાલયમાં કરે સોચ ને શોધન

ન કરી શકાય તેની અવગણના,સહુથી પહેલી તેની ગણના

ક્મોડમાં લાવો સુવિચારનો મોડ,શંકા નહી તે છે અજોડ!

પદમાં-કાન

કયા સંબંધે

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                                 શ્રી સરસ્વતીએ નમઃ

“કયા સંબંધે”

સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,

સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં?

આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!

આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.

અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ

અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?

ત્યારે વીજના થાય ચમકારા!  એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં

પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં  એક જ સંબંધમાં

ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ  ગર્ભમાં ગર્વમાં

એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં

સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય

આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય

એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં

જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં

કીયું ગામ ને કિયા માબાપ ,કિયા  સંબંધીની હું જોઈ  રહ્યો વાટ,

અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં

નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ

અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં

પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ  વળે ચોપાસ.

નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે

.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું

ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા

મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ  વસ્ત્રો મલે ખાસ્સા.

વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં

હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં

અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.

પ્રભુતામાં પગલા માંડતા,  પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,

નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?

આમ સંસારના  સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?

કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ

પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય

કિયા  જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય

આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.

ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.

આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!

જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય

ના જાણે એ  સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી

એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી

કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ

બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી

આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ  મને પુરેપુરી છેતરી!

ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,

કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,

ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,

મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ

માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,

તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !

બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ

ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં

મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો

બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!

અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,

ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!

માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે

આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા

સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”

પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?

પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય  તત્વ પણ  એક છે.

માટીના  મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે

કોઈ કાળા  તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!

ઋણાનુબંધ ને લેણ દેણનો  સંબંધ, અટલ છે એ   “કર્મનો સિદ્ધાંત”

દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ

કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!

પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?

દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,

કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.

શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું

નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?

આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.

(૧)ક્રિયમાણ કર્મ  (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ

દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ  કર્મ કહેવાય

આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.

દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ

તમે કર્મ  કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,

તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો

ક્રિયમાણ કર્મ આમ તત્કાલ  ફળ ભોગ્વાવીને જ શાંત થાય.

કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં  જમા થાય

દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ

જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન

બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/

જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર

વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,

જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય

યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?

દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?

ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?

રામાયણ જોયું ને  હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે

આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?

કૃષ્ણ ભગવાને  દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,

પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,

કેટલાક સળગતી જાળની ગરમીથી  થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક

તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.

આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.

હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ

ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના  કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?

કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.

જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.

હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.

જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.

સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.

રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,

આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર

ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના

મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં

છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ

જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે  છે જ્યમ  રાખી!

ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી

ખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો?”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ  શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં  સહું પ્રેમ દર્શાવે એમ.

કર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન

જીવ!તું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું  હોય તે કરે

નારાયણને કરવું હોય તે કરે

હવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.

જન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,

જેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,

પ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને

અટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે

કર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી  કામ ના કરે

એમાં પ્રભુ પણ ફેર  ના કરે …….પ્રભુને

માનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,

વિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે

ઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને

માતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે

ચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે

તે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને

શું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે?

માતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે

તારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને

સારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,

પુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,

ત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને

પાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે

સંબંધના તાણા વાના,પરત  આણામાં આવી મળે

ચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને

જીવ તું! તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,

દેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,

તો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને

લગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે

કર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને

લપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે

પાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે!

જાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”?

પ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને

શાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે

કેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને

 

પદમા-કાન

કલાપીનું કાવ્ય

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                                શ્રી સરસ્વતીએ નમઃ

કલાપીનું કાવ્ય

હું જ મારા ભારથી થાકી ગયો

હું હતો એ હું જ ખોટો નીકળ્ય

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી

મુઠ્ઠ ખોલી ત્યાજ તડકો નીકળ્યો

સાંજ પડતા એ ફર્યું ના એટલે

શોધવા પંખીને  માળો નીકળ્યો

આશરો કેવળ નદીને જ હતો

એક સાગર એય ખારો નીકળ્યો

આગિયાઓ ઉજળા છે કે પછી

વેશ બદલી સુરજ ઉડતો નીકળ્યો

થોભવાનો થાક  વસમો હોય છે

માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

 

કલાપી એ એક અતી સંવેદનશીલ હ્રદય ધરાવનાર કવિ હતા. એ એક એવા કવિ હતા જેમણે તેમના કાવ્યો છંદમાં રચ્યા છે. પ્રેમ પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ,અને રસાળ ચિંતનના કારણે આજે અમર બની ગયા છે. યુવાન હ્રદયની સુકોમળ ઉર્મીઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં ગુજરાતના ખોળે ધરનાર આ કવિને એક સદી બાદ પણ દુનિયા યાદ કરે છે.

સંસારિક જીવનનું સુખ એ ઝાંજ્વાના નીર જેવું છે. જે છે એ નથી અને જે નથી એ છે  એવું ભાસે છે. હરદમ લીલા અને કલાની સાથે ખેલતા પ્રભુને કોણ સમજી શક્યું છે? એટલે જ તો ભક્તો ભજનમાં પોતાની વ્યથા ઠાલવે છે. ને કહે છે “કરીએ કોટી ઉપાય હરી તારી લીલા નાસમજાય ,પ્રભુ તારી કલા ના કળાય”. આ સંસાર એટલે ખારો સાગર..ખારાસાગરથી  આપણા મનની તૃષા ક્યારેય છીપાતિ નથી. શેખચલ્લીના વિચારોમાં ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, અને આકાંક્ષાના વરઘોડા સાથે આ નદી રૂપી શરીર વડે દરેક ઈચ્છાએ આટલું મળ્યું હવે આટલું, મળી જાયેં એમ સુખની  શોધમાં નીકળી પડે છે. દુરથી ઉછળતા મોજાને જોઈ હૈયું હરખાય છે ને ત્યાં પહોચતા જ દરિયાની એટલે સંસારની ખારાશનો સ્વાદ મલતા એક ધક્કો લાગે છે, ને ડૂબકી મારતા મારતા ગોથા ખાય છે.

એવી જ રીતે આગિયાના ચમકારા આપણને અંધારી રાતમાં જ દેખાય છે.અને અંધારું એ અજ્ઞાનતાનું સુચન કરે છે. આગિયાના ચમકારા એ કોંઈ પ્રકાશ નથી, નથી તેના ચમકારા દિલને દઝાડતા,બલ્કે તેવું દ્રશ્ય મનને આહ્લ્લાદ આપે છે. નયનને ઠંડક મળે છે.આગિયાના ચમકારા જોઇને મનમાં એક પ્રકારની આશા જન્મે છે કે જેસુખની  કલ્પના કરી હતી તેના પગરણ મને દ્રશ્યમાન થઇ રહ્યા છે.બસ હવેતો હાથ છેટું ને? ને હવેતો વેંત જ છેટું! ને ત્યાં જ એક વિસ્ફોટની સાથે અઘ્નાન રૂપી અંધારાને દુર થતા એ પ્રકાશનું સત્ય પ્રગટ થતા એ ઘોકો ધોમ ધકધકતા ઉનાળાના તાપની જ્વાળા સમાન બની જાય છે.

અહી  એકપંક્તિ યાદ આવે છે. પથિક તારે વિસામાના દુર દુર આરા હિમાંમ્બુની શીતલ ધારા, માથે વરસે ધોમ ધખારા ઉની રેતીના પથારા આ બધું સહન કરતા કરતા માનવ જીવનથી હતાશ થઇ જાય છે. સંસારિક સુખ એ આગિયાના ચમકારા જેવું ક્ષણિક સુખ સમજતા સમજતા જીવનની સંધ્યા આવી ગઈ ત્યારે પ્રભુ પરાયણ થઇ આ કાયા રૂપી માળો ખુદ પરમાત્મા રૂપી પંખીને શોધવા નીકળી પડે છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ચાલતા ચાલતા થાકવાથી થોડો વિસામો સારો લાગે છે.પણ મજબુરીથી જીવનથી હારીને પોતાની પ્રિયતમા કહોકે પ્રભુના વિયોગમાં એ થાકનો  વિસામો  પણ વસમો લાગે છે જ્યાં સુધી ‘’હું’’ છે ત્યાં સુધી હું થાકતો રહ્યો, જયારે ‘હું’ જશે ત્યારે જ શું પરમાત્મા રૂપી પ્રિયતમાનું મિલન થશે?

પદમાં-કાન

“જન્મ દિવસ”

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                                  શ્રી સરસ્વતીએ નમઃ

“જન્મ દિવસ”

જન્મ થવો એટલે કે એક જીવનું પૃથ્વી પર અવતરણ થવું.એ અવતરવા માટે એકલું બીજ પર્યાપ્ત નથી ને એ અવતરવા માટે એ સીધેસીધું પૃથ્વી પર આવી જાય છે એવું પણ નથી.સાધારણ રીતે આપણે એક બીજ વાવીએ તો તેને માટી ખાતર પાણી હવા બધું સમય સર અને પ્રમાણસર મળી જવાથી પરિપક્વ થઈને બહાર અંકુર સ્વરૂપમાં આવે છે ને તે છોડ કે ઝાડના સ્વરૂપમાં ઉગે છે.એમાં પણ માટી એટલે કે જમીન ફળદ્રુપ હોય,ખાતર ઉતમ પ્રકારનું હોય, પાણી નિયમ પ્રમાણે નિયમિત પાયું હોય ને મોસમ અનુકુળ હોય તો એ છોડના પુષ્પ સુંદર રીતે ખીલી ઉઠે છે.અને જો કોઈ ફળનું વૃક્ષ હોય તો તેના ફળ પણ મીઠા અને રસદાર હોય છે.

આવું જ બધું આપણા મનુષ્ય અવતાર માટે છે.જયારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે તેને ગર્ભવતી છે, સીમંત છે એમ કહે છે. આ સમય બાળક માટે ખૂબ મહત્વનો છે. ગર્ભમાં જે સંસ્કાર બાળકને મળે છે તે તેના લોહીમાં વણાઈ ગયા હોય છે, ગર્ભવતી સ્ત્રીને ખાસ સારું વાચન કરવાનું પોષ્ટિક ખોરાક અને સારા સારા વિચારો કરવાનું કહેવામાં આવે છે કારણ કે જે કલા અને વિદ્યાનું શિક્ષણ માતાના ઉરમાં મેળવ્યું હોયછે તે કલા સાથે તે જન્મે છે. જેમકે મહાભારતના યુધ્ધમાં  અભિમન્યુએ સાત કોઠા જીતવાનું શિક્ષણ ઉદરમાં માં રહીને પ્રાપ્ત થયું હતું પણ તેમાંથી બહાર આવવાની વિદ્યા પ્રાપ્ત કરતી વેળાએ સુભદ્રા માતાને ઝોકું આવી ગયું તેથી તે વિદ્યા પ્રાપ્ત ન થવાથી તે યુધ્ધના કોઠામાંથી બહાર ના નીકળી શક્યા, ને તેમનું મૃત્યુ થયું.

બીજી એક વાત, બાળક જયારે જન્મે છે ત્યારે તેની માતાને સુવાવડ આવી એમ બોલતા હોઈએ છીએ.ખાસ એટલે આપણી ગુજરાતી ભાષામાં. સુ એટલે સારા અને વાવડ એટલે સમાચાર. પરિવારમાં એક સભ્યની વૃધ્ધિ થઈ એ વધાઈના સમાચાર બધાને આપતા ઘરમાં આનંદ છવાઈ જાય છે.

નવ મહિના માતાના ઉદરમાં રહી બાળક જયારે પૃથ્વી પર અવતરે છે તેને બાળકનો જન્મ થયો અને એ દિવસ તેનો જન્મ દિવસ બની જાય છે.એક એક વર્ષ પૂરું થતા તેનો જન્મ દિવસ મનાવીએ છીએ. ઉંમર વધતાની સાથે પણ આપણને ખુશી થાય છે.

પદમાં-કાન

વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા

શ્રી ગણેશાય નમઃ                                                 ઓમ                                શ્રી સરસ્વતીએ નમઃ

વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા

યોગ કવાયતો અને તંદુરસ્તીને લગતા લેખો

યોગ,કવાયતો અને તન્દુરસ્તી માટેની જાતજાતની જાહેરાતના પાટિયા આપણને જોવા મળે છે. ને જે જેટલા પ્રમાણમાં અપનાવે છે તે પ્રમાણે તેને ફાયદો થાય છે. મારી પાસે મુખ્ય ત્રણ થેરેપી છે. તેના વિષે સમજાવતા મેં એક નાટિકા દસ વર્ષ પૂર્વે લખી હતી અને ભજવી પણ હતી, ને બક્ષિશ મેળવી હતી. નાટકનું નામ ‘’BUY ONE GET TWO FREE’’. કુદરતી ઉપચારની ત્રણ થેરેપી. તેમાંની એક એટલે રેકી થેરપી. રેકી આ એક કોસ્મિક એનેર્જી છે. જે આપણી આજુબાજુના વાતાવરણમાં જ હોય છે.તેના માટે તમોને રેકીના ગુરુની જરૂર પડે. જેના દ્વારા તમો રેકીના માધ્યમ બની શકો. એના માટે તમારે ગુરુ દક્ષિણા આપવી જરૂરી છે. એટલે અમે એને ‘’બાય વન ‘’ કહીએ છીએ. દા.ત. માથું દુખતું હોય ને આપણે આ વિદ્યા જાણતા હોય તો રેકીનું આવાહન કરીને માથા પર હાથ મુકો તો તમે રીલેક્સ થઈ જશો અનેબીજાને પણ રીલેક્સ કરી શકશો. શીખવું પડે. બાકી તેમાં કોઈ જાતની હાની નથી.

બીજી થેરેપી એક્યુપ્રેસર. એક્યું એટલે બહાર કાઢવું અને પ્રેશર એટલે દબાવવું. દબાવીને બીમારીને બહાર કાઢવી એટલે એક્યુપ્રેશર. સામાન્ય રીતે જોઈએ તો કબજિયાત એ મોટો રોગ નથી પણ એમાંથી મોટી સમસ્યા થવાની શક્યતા ખરી. બીમારીનું મૂળ એટલે પેટ, પેટ જો સાફ ન આવે તો તેમાંથી અનેક બિમારી થઈ શકે. તેના માટે એક પોઈન્ટ છે. તમે જયારે ટોયલેટમાં જાવ ત્યારે કમોડ પર બેઠા પછી જમણા પગની સાથળ પર જમણા હાથની કોણી ટેકવી જમણા હાથના અંગુઠાથી દાઢીના નીચે વચ્ચેનો પોઈન્ટ થોડી વાર માટે દબાવવો. તો પેટ સાફ થઈ જશે. અને કઈ નહી તો ગેસ તો જરૂર નીકળી જશે. એટલે તમે હલકા ફૂલ! જુલાબ એનીમા લેવા સુધીની નોબત ન આવે. જરૂર પડે તો હુંફાળુંગરમ પાણી પીશો તો તે પણ તમને મદદરૂપ થશે.

બીજું શરદી થઈ હોય, નાક બંધ થઈ ગયું હોય તો નાકની બન્ને બાજુના ખાડામાં બેથી ત્રણ વાર દબાવવું. નાક ખુલી જાય એટલે શ્વાસમાં રાહત રહે. બે હાથની હથેળી અને પગના તળિયામાં આખા શરીરના પોઈન્ટ્સ આવેલા છે. આંકા વાળા વેલણથી દબાણ આપવાથી તમારા શરીરના બધા પોઈન્ટ તેમાં આવી જાય છે. તેનાથી ઘણા ફાયદા થાય છે. ધીરજની જરૂર છે. એક્યુપ્રેશર ત્રણ રીતે મદદ કરે છે. રોગને થતો અટકાવે છે. રોગનું વહેલું અને સાચું નિદાન કરે છે. ત્રીજું રોગને મટાડે છે.

બીજા કેટલાય એવા પોઈન્ટ છે જે તમે હરતા ફરતા, ટીવી જોતા જોતા કરી શકો.

ત્રીજું એટલે આપણા દેશના વડા પ્રધાન મોરારજીભાઈ એમને તો સહુ કોઈ જાણે છે. એમના સ્વાસ્થ્યની સાથે જોડાયલી એટલે શિવામ્બુ પદ્ધતિ. હવે કહેવાની જરૂર નથી. પણ સમજવી પડશે. પશ્ચિમના ડોક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે આપણા શરીરમાં થતી ગરબડો દુર કરવા આપણું જ શરીર એન્ટીબોડી બનાવે છે. અને દરેક પ્રકારની ગડબડ જંતુ વગેરેને દુર કરે છે.

ઉપયોગ-સવારે ઉઠીને પહેલો પેશાબ ઉતરે ત્યારે થોડો જવા દઈ બાકીનો કાચના કે સ્વચ્છ વાસણમાં લઈ પી જવો. પેટ સાફ થશે. એસીડીટી દુર થશે.

આંખ માટે સ્વમૂત્ર ઠંડું પડે એટલે હથેળીમાં અથવા આંખ ધોવાની પ્યાલીમાં લઈ તેમાં આખો પટપટાવવી, આંખનું તેજ વધે છે મોતિયો શરુઆતનો હોય તો મટે છે.

દાંત માટે સ્વમૂત્ર ઓછામાં ઓછુ પાંચ મિનીટ મોઢામાં રાખવાથી, મમળાવવું કોગળા કરવા, પેઢા પર માલીશ કરવું. ગમેતેવો દાત હાલતો હોય તો તેમાં અને દાતના રોગમાં ફાયદો થાય.

ખાસ સાવચેતી- સાકર કે પરું ન હોવા જોઈએ, સમજીને કરશો તો ઘણો જ ફાયદો છે. ઘડપણ દુર ભાગશે.

હેતુ –જન સેવા, જન જાગૃતિ ઓછા ખર્ચામાં પોતે પોતાના ડો. બની શકો. શીવામ્બુને લગતું એક ભજન

ઓમ નમઃ શિવામ્બુ શિવામ્બુ નિત પીવો [૨] પાન કરોને રે

અમુતનો આસ્વાદ કરોને ધન્ય ધન્ય તમે થાવોને………ઓમ

પ્રશ્ન –છી છી એ તો છે કાયાનો કચરો એ શે કેમ પીવાયે રે?

એમ છે તો સાંભળો

ઉત્તર –એ નથી કાયાનો કચરો, એ કચરાને કાઢે રે

વિણ સમજ્યા એ કચરાને! શાને તમે વગોવો રે…..ઓમ

શિવે અંબામાને સમજાવ્યું તેથી શિવામ્બુ નામ પડયું રે

શિવ યાને જીવ, જીવ યાને શિવ, અંબુ યાને પાણી

શક્તિ પ્રદાન શિવનું પાણીએ અમૃત કહલાયેરે……ઓમ

કેન્સરમાંથી મુક્તિ અપાવે, અનેક દર્દ મીટાવે રે

રોજની પીડામાંથી બચાવે, ટેન્શન મુક્તિ અપાવે રે …….ઓમ

દેશ જાવો પરદેશ જાવો ,ઝંઝટ ના મેડીસીનની રે,

લીધી ના લીધી ભૂલી ગયાની, ચિંતા ના કરવાની રે

એક જ પ્યાલો સાથે જો હોયે, એજ તમારો સહારો રે ……ઓમ

ચમત્કાર ઘણો એનો છે, નમસ્કાર કરી જુઓને

શિવ અને શક્તિ સાથે જો હોયે, દુમ દબાવી રોગ નાસે રે …..ઓમ

શિવામ્બુ યાને સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા

શિવામ્બુ યાને ચટ્ટ મન્ગની પટ્ટ શાદી

શિવામ્બુ યાને ઘડપણનો સહારો

શીવામ્બુ યાને ગરીબનો આશરો

તો શાને તમે દેર કરો? થોડું જરા વિચારો.

કોઈ ડોક્ટરનું મન દુભવ્યું હોય તો ક્ષમા યાચું છું. આમાં કોઈને મારી મદદ જોઈતી હોય તો બનતી મદદ કરવા તયારછું. અનુભવનું જ્ઞાન આપવું એમાં મારી ખુશી છે.

સર્વત્ર સુખીન: સન્તુ સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, માં:ક્શ્ચીદ દુઃખમાપ્નુંયાત

ઓમ શાંતિ શાંતિ શાંતિ:

પદમાં-કાન

ઈમેઈલ અડ્રેસ padmakshah@gmail.com

વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                  શ્રી સરસ્વતીએ નમઃ

વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક

વરિષ્ઠ નાગરિક એટલે મહદ અંશે સીનીયર સિટીજન જેને પોતાના સિવાય કોઈને જોવાના ના હોય અથવા તો જેમને જોવા બે ત્રણ પેઢીઓ હાજર હોય. આ પેઢીની તકલીફ ફક્ત એક જ હોય છે કે તેઓ પાસે બહુ લાંબો અને પહોળો ભૂતકાળ હોય છે. અને તેમના સ્વભાવ અનુસાર તે ભૂતકાળને જ વાગોળવા સિવાય કોઈ કમ કરતા નથી.

સીનીયર એટલ વૃધ્ધ. વૃધ્ધ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. વૃધ્ધ એટલે વૃધ્ધિ પામવું. જે વ્યક્તિ ઉમરની સાથે વૃધ્ધિ કરતી હોય તેને વૃધ્ધ કહેવાય. તેના જીવનમાં કંઈક કરવાનો ઉમંગ હોય, કંઈક તરવરાટ છે,મન હજી પ્રફુલ્લ છે. શારીરિક કે માંનસિક

બન્ને રીતે કરવા તત્પર છે. આળસને સ્થાન ના હોય,કોઈ ફરિયાદ ન હોય. જયારે તમે ફક્ત ઉંમરની સાથે વધો છો યાને કે તમે વર્ષોમાં મોટા થાવ છો તેમાં આળસ હોય કોઈ ઉત્સાહ ન હોય,ફક્ત ફરિયાદ જ હોય. આ ગુણો તમને ઘરડા બનાવી દે

છે,કે જેમાં ફક્ત લાચારી, નિરુત્સાહ અને નિરાશાનો ભેટો થાય છે. જે આપણને જીવનથી મરણ તરફ ધકેલે છે ને હવે મૃત્યુ આવે તો સારુએવું વિચારે છે. આમાં જોનાર અને ભોગવનાર બન્ને દુઃખી થાય છે. જે વ્યક્તિ વિચારોમાં જડથઈ ગઈહોય,

બેઠાડું જીવનમાં મેદસ્વી થઈ જાય, પ્રારબ્ધવાદી અને ચમત્કારોના ચાળે ચઢી જાય ત્યારે ગતી શૂન્ય થઈ, તે વ્યક્તિનું જીવન ફક્ત અસ્તિત્વ પુરતું રહે પણ કર્તૃત્વ શૂન્ય બને, નિરર્થક બની જાય.

આપણે જીવનના કેટલા વર્ષ વિતાવ્યા એ કહી શકીશું, પણ કેટલા બાકી છે એ કહી શકીશું? પળે પળે જિંદગી વીતી રહી છે,મરવું તો અહિયાં પ્રત્યેક પળે છે,પણ આમાંથી જ જીવનની પળચોરી લેવી તે જ જીવનની મઝા છે. જીવન છે તો મૃત્યુ નિશ્ચિત છે, તો પછી મૃત્યુથી ડરવું શું?શારીરિક અને માનસિક બન્ને રીતે હર પલ હર ક્ષણ હર ઘડી પોતાની માતૃભુમી કાજે તેયાર રહેનાર એક સૈનિકની જેમ આપણે આપણા તનની, મનની, અને જીવનની રક્ષા કાજે સજ્જ થવાનું છે. કાયાને કાયર નથી બનાવવાની, બલ્કે કસોટીમાંથી કસીને કરામત બનાવવાની છે. એ જ છે જીવનની હકારાત્મકતા.

પ્રભુએ સૃષ્ટિની રચના કરી તેમાં દિવસ અને રાત, સવાર બપોર અને સાંજ સજાવી. વળી શિયાળો ,ઉનાળો અને ચોમાસાની રેલમછેલ કરી. પાનખર અને વસંત બનાવી. ઋતુ અનુસાર કપડા બદલાવે . સાથ સાથ કપડાની ગડી બદલાવે. ઋતુનો બદલાવ ,કપડાનો બદલાવ કરીને આપણામાં બદલાવ લાવવાનું સૂચવે છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. પ્રસંગ અનુસાર ઋતુ અનુસાર કપડા બદલવાની સાથે સાથે એક મહત્વની વસ્તુ , આપણે કપડાની ગેડ અજાણપણે બદલતા હોઈએ છીએ. તે કપડાનું આયુ વધારે છે અને બદલાવથી મનને તનને સારું લાગે છે. સમયને અનુસરી જીવનમાં ગેડ બદલતા રહો,પાસા ફેરવતા રહો બદલો પ્રવર્તી બદલાશે પરિસ્થિતિ સર્જાશે નવી આકૃતિ આપોઆપ બદલાશે પ્રકૃતિ ભાવમાં બદલાશે સ્વભાવ.

ખૂબ અગત્યની વસ્તુ. ઋતુ અનુસાર કપડાની ગેડ બદલવાની એ બરાબર છે, પણ મારી તબિયતને કેટલું અનુકુળ છે એ પણ વિચારવા જેવું છે. કહેવાય છે કે સહુથી બળવાન સમય. એક ભજનની પંક્તિ ‘’પ્રભુ તું ગાડુંમારું ક્યાં લઈ જાય કઈ ન જાણું ‘’એક કહેવત ‘’ગરદ ગાંઠે ને વિદ્યા પાઠે’. ’ જીવનના ગાડાને ચલાવવા લક્ષ્મીની જરૂર પડે છે અને કઈ દિશામાં હંકારવું એ માટે સરસ્વતીમાની યાને તે જ્ઞાનની. ધન અને વિદ્યા હશે તો એ જીવનમાં તમે મૂંઝાયા વગર તેનો ઉપયોગ કરી જીવનને હળવું બનાવી શકશો. એ પણ આંશિક રીતે વૃધ્ધાવ્સ્થામા હકારાત્મક સૂચવે છે.

પરિસ્થિતિ બદલાતા જન જાગૃતિ આવતા ઠેરઠેર સીનીયર સેન્ટરો, વૃદ્ધાશ્રમ,ઘરડા ઘર જોવા મળે છે. દરેકની બન્ને બાજુ હોવાથી અહી એમ વિચારી શકાય યુવા પેઢી જેઓ આખો દિવસ કામકરતા હોય તો વડીલોનું ધ્યાન ન રાખી શકે તેથી તેમને સીનીયેર સેન્ટરમાં કે એવી કોઈ સંસ્થામાં મોકલી તેઓ ચિંતા મુક્ત રહી શકે. ને સીનીયરો બધા સમવયસ્ક હોઈ એક બીજાનું દુખ સમજી શકે, વાતો કરીને થોડા હળવા થઈ શકે. પણ જે સિનિયરોએ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખ્યું છે, તેમના માટે તો સુવર્ણ કાળ કહી શકાય. જીવનની જવાબદારીથી મુક્ત થઈ હવે પોતાની મનગમતી વસ્તુ, શોખો જેના સ્વપ્ન જોયા હોય તે હવે પુરા કરી શકશે. રેલગાડીમાં એક જ ડબ્બામાં મુસાફરી કરી રહેલા મુસાફરોને મહદ અંશે એક બીજા પ્રત્યે પ્રેમ,લાગણી સહાનુભુતિ હોય છે. તે સીનીયેર સેન્ટરમાં જતા મને અનુભવ થાય છે. સીનીયર સેન્ટર કે વૃધ્ધાશ્ર્મમાં રહેવું એમાં સારું કે ખોટું એવું કઈ નથી. જેની જેટલી જરૂરિયાત અને જેવી પરિસ્થિતિ. હર હાલમાં ખુશ રહેવું. એકલા રહેવાનું થયું તો સમજી લેવું પ્રભુ સંગ ગોષ્ટી કરવાનો મોકો મળ્યો, ભક્તિ કરવાનો મોકો મળ્યો. એ વખતે રડવા કરતા પ્રભુના બે ભજન ગાઈ લેવા. ભાવથી ગાયેલા ભજન તમારા હ્રદયને પુલકિત કરે છે,તમને એકલાપણું નહી લાગે. ભગવાન તમારી સાથે છે,આસપાસ તમારું રક્ષણ કરી રહ્યા છે એવું મહેસુસ થશે.

વળી દુખ અને વેદના ક્યારેય નિરર્થક નથી હોતા. શીલ્પી જેમ ટાકણું મારી પત્થર ઘડે તેમ પ્રભુ આપણું ઘડતર કરી સુરૂપ બનાવે છે. જીવનની સમજ પ્રેરે છે. તેથી તે સવિશેષ અનુગ્રહ છે. હું નિરાશાભર ચિંતન કરીશ નહિ. હું ધારુંતે કરવા જન્મ્યો છું એવું સકારાત્મક ચિંતન કરવું. મારે મન કોઈ સમસ્યા અઘરી નથી. તેથી અઘરાપણાને પહોચી વળવા મારી બુધ્ધિ, ચિંતન અને નિર્ણય શક્તિને ધારદાર બનાવવી છે. યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે. મજાલ છે કે કોઈ ભૂતકાળનો ભૂત તમારી પાછળ લાગે? કરીએ ભૂતની શક્તિને વશ, વર્તમાનમાં અપાવે યશ. ભૂતને ભૂલવાનું નથી, તેનું રાખશો થોડું માન,સમ્મીશ્રણનું નવું કરશો પાન, નવી અને જૂની પેઢીની સાથ સાથ રહેશે શાન.

કૃતજ્ઞતા એ સંબંધોને દ્રઢ રાખવાની માસ્ટર –કી છે. તમે જેના કૃતજ્ઞાતા છો તેની યાદી બનાવો. યોગ્ય સમયે તેની લાગણી પ્રગટ કરો, આમ કરવાથી મનને હળવાશનો અનુભવ થાય. આવી કૃતજ્ઞાતા તમારા મનને આખી સૃષ્ટિની સર્જનાત્મક ઉર્જા સાથે નિકટની સમવાદીતા સાથે લાવશે. તમે પોતાના જીવન વિષે એક ભિન્ન ભાવ અનુભવશો. આવું અમુલ્ય જીવન મળ્યાનો આનંદ અનુભવશો. અને કૃતઘ્નતા પ્રગટ કરીને તમે કદાચ ગરીબ કે અભાવગ્રસ્ત હશો તો પણ સમ્પન્ન બની જશો. કોડિયું તો નાનું હોય છે. દિવેટનું પણ કેટલું ગજું? નાનકડી આ વાટને પ્રગટાવતા બાજુનું અંધારું નાસી જાય છે. પ્રકાશ ફેલાય છે. જીવનની વાટને પણ સંકોરવાની જરૂર છે.

રામકૃષ્ણપરમ હંસે કહ્યું છે કે તમે એક હાથે કામકરો બીજા હાથે ઈશ્વરને પકડી રાખો, કામકાજ પુરા થાય એટલે ઈશ્વરને બન્ને હાથે પકડો. બન્ને હાથે પકડો એટલે વૃદ્ધાવસ્થામાં બન્ને હાથે તાળીપાડી પ્રભુનું ભજન કરો. એક કવિએ ગાયું છે ‘’હાજરી દેજે, ભજનમાં હાજરી દેજે, જીવ તું રાંકથઈ રહેજે ભજનમાં હાજરી દેજે. ’’તારાથી કઈ ના થાય તો તું ભગવાનનું ભજન કરજે. એ પણ ના થાય તો, કાઈ પણ આશા કે અપેક્ષા વગર રાંક થઈને ભજનમાં હાજરી આપજે. આ નિવૃતિના સમયમાં તમે ધારો એ કરી શકો છો.

હકારાત્મક અભિગમ વિષે :-

જીવન પથની મુસાફરીમાં હર પલ આવે મોડ,

કોઈ સુખદ કે કોઈ દુઃખદ, કે કોઈ આવે જોડાજોડ!

ના મોડ વિનાનો આ દેહ છે,ના મોડ વિનાનું આ જીવન,તો શીદને મોડવું મન?

મોડ સાથે મુડ બદલાય ,મુઝવણ અતિ મનમાં થાય

શું સારું કે શું ખોટું,એ વિમાસણમાં હું લોટું,

જીવન ઉજાળવાનો મોડ, પુરા કરવા છીપાયલ મનના કોડ

સરસ્વતીમાંની સોડ,મનમાં ન રાખવો જરીય લોડ

મોડને જોડ, જોડને મોડ, થશે કે નહી?તેની બાંધછોડ છોડ,

નેગેટીવ કે પોઝીટીવ? બેમાંથી એકને આપું લીવ

તો કા ન રાખું પોઝીટીવ? જે રાખે મને સદા એક્ટીવ!

કર્મણ્યેવાધિકારસ્તે એ રસ્તે તું મોડ

તો આવી મળશે તને તારો ‘ઓ માય ગોડ’’.

પ્રભુ આપણી સાથે છે એ ન ભૂલવું કદી,

અડગ શ્રધ્ધા મનમાં તું રાખે યદી.

પદમાં–કાન