શુભેચ્છા સહ

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“શુભેચ્છા સહ”

નૂતન વર્ષના સહુને અભિનદન

સામાન્ય રીતે જોઈએ તો જે બીજમાં જેવા ગુણ હોય તેવી તેની ગુણવત્તા આપણને તેના ગુણમાં જોવા મળે છે જાણવા મળે છે. જેમકે એક કહેવત “વડ એવા ટેટા, બાપ એવા બેટા.” તેવી જ રીતે મનુષ્યના મનમાં રહેલા ગુણો તેના દ્વારા પ્રગટ થાય છે.એટલે મનુષ્યના મનમાં પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસયમ, ભાવનાની શુદ્ધિ એ ગુણવાળા  બીજ રોપાયા હશે તો જ તેના મુખમાંથી સદાય કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી જ શુભેચ્છા રૂપે પ્રગટ થશે. તેને આપણે ‘શુભેચ્છા સહ “લખીને શબ્દોને આશિષના સ્વરૂપમાં મોકલીએ છીએ.

શુભેચ્છા સહ એટલે પ્રેમ સહિત. જીવનમાં આપણે શુભેચ્છા કોને કોને મોકલી શકીએ? અલબત્ત આપણા સ્વજન, સ્નેહીજન વળી વિશાલ અર્થમાં કહીએ તો VASUDHEIV વ્સુધએવ કુટુમ્બકમ. પૂરી સૃષ્ટિ માટે, વિશ્વશાંતિ માટે પણ આપણે શુભેચ્છા મોકલી શકીએ. જેમ કે હમણાં તાજેતરમાં જ નવરાત્રીના શુભ પ્રસગે”ગાયત્રી પરિવાર” વાળાએ  કેલીફોર્નીયામાં ફ્રીમોન્ટ મંદીરમાં ગાયત્રી મંત્રના સમુહમાં દસ લાખ જપનું વિશ્વશાંતિ માટેનું આયોજન કર્યું હતું. જેનાથી શક્ય હતું તે બધાની હાજરી સાથે જપ કર્યા.બાકી શું સહુ સહુના ઘરેથી અમેરિકા અને ભારત દેશના વાસીઓએ  નવરાત્રી દરમ્યાન મંત્ર જાપ કરીને પોતાનું યોગદાન આપી વિશ્વશાંતિ માટેની શુભેચ્છા પાઠવી હતી.

“રેકી” માં કહ્યું છે કે તમે બધાને એટલે માણસ, પશુ, પંખી, વનસ્પતિ સ્થાવર જંગમ બધાને “રેકી” મોકલી શકો છો. “રેકી” એ બીજું કઈ નહી ફક્ત પ્રેમ છે. શુભેચ્છા એ પણ પ્રેમનું સ્વરૂપ છે. રેકીમાં આપણે બે હાથદ્વારા આપણા શરીરના ભાગોને રેકી મોક્લીને તેને રોગ મુક્ત કરી શકીએ છીએ. આ રીતે આપણે આપણા શરીરને શુભેચ્છા પાઠવી તેની મંગલ કામના કરી શકાય છે. એક શુભેચ્છા મુખમાંથી નીકળે છે, ને એક શુભેચ્છા હ્રદયમાંથી. બાળક કેટલાય જોજન દુર હોય તો પણ એક માતાના ઉરમાંથી નીકળેલી નિસ્વાર્થ શુભેચ્છા અંક્ન્ડીશનલ લવ આશીર્વાદ બની જાય છે. અહી એક કવિતાની પંક્તિ “કપૂત જો પુત્ર થાયે તો, કુમાતા થાય ના માતા.” અચૂક યાદ આવી જાય છે.શુભેચ્છાની સફળતાનો આધાર શુભેચ્છા આપનારના જીવન પર આધારિત છે. એક માની અને એક સદગુરૂની શુભાશિષ અચૂક ફળે છે. ગુરુઓ અને વડીલો  હાથના પંજા દ્વારા શુભાશિષ આપે છે.તો કોઈની તો આંખની ફક્ત એક અમીની દૃષ્ટિ જ આશિષ માટે પર્યાપ્ત છે.

રામાયણમાં રામ ભગવાને દરિયાની પૂજા કરી એમાં રામ ક્રોધ કરીને દરિયાને સુકવી શક્યા હોત પણ તેમ ન કરતા તેમણે તપ કરીને પ્રાર્થના કરી કે જે શુભેચ્છાનું એક રૂપ છે. તક્ષક નાગ જે ખૂબ ઝેરીલો નાગ કહેવાય છે તેને મહાવીર ભગવાને પ્રેમથી વશ કીધો હતો. શુભેચ્છામાં સામેવાળાને આકર્ષવાનું બળ છે, શક્તિ છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતની પૂજા કરીને માટીના કણકણની પુજામાં સર્વેના મંગલ કામનાની જ ભાવના હતી. એટલે સંક્ષિપ્તમાં કુદરતને અને કુદરતમાં રહેલી હરએક વસ્તુને તમે તમારી “શુભેચ્છા સહ” શુભેચ્છા મોકલી શકો છો.

ઘણીવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી પીડાઈને છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે ને ડોક્ટર હવે કઈ કરી શકે એમ નથી તેણે છેલ્લામાં છેલ્લો ઉપાય પણ અજમાવી જોયો,ને હારીને બે હાથ ઊંચા કરી ડે છે, ત્યારે જ અનેક કહો કે હજાર હાથ પ્રભુની દુઆ માટે ઉપર તરફ ઉઠે છે.ને ચમત્કારના સ્વરૂપમાં દર્દી એકદમ સાજો પહેલા કરતા પણ સાજો અને તેજસ્વી જોવા મળે છે.કારણ કે હજાર હાથોની દુઆ પ્રભુએ સ્વીકારી છે ને વિશુધ્ધ સ્વરૂપે તે દર્દીને મોકલી તેને તેજસ્વી બનાવે છે.

શુભેચ્છા આપણે બે રીતે મોકલી શકીએ. કોઈને તકલીફમાંથી મુક્ત કરવા માટે હોય અને કોઈને બધું વ્યવસ્થિત હોય તો તેની આગળ પ્રગતિ થાય તેના માટે. તો મિત્રો, આવો સહુસાથે મળીને  શુભ નૂતનવર્ષની સહુની મંગલ કામના કરતા કરતા ગાઈએ.

શુભ મંગલ હો શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

નભ મંગલ ધરતી મંગલ હો, ધરતીકા  કણકણ મંગલ હો

શુભ મંગલ હો શુભ મંગલ હો શુભ મંગલ મંગલ મંગલ હો,

ગતી મંગલ હો સ્થિતિ મંગલ હો જીવનકા ક્ષણ ક્ષણ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

મતી મંગલ હો, પ્રીતિ મંગલ હો માનવકી હર કૃતિ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શું મંગલ મંગલ મંગલ હો.

 

પદમાં-કાન

Leave a comment