સહિયારું સર્જનના સર્જક માનનીય વિજયભાઈ

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                                 શ્રી સરસ્વતીએ નમઃ

“સહિયારું સર્જનના સર્જક માનનીય વિજયભાઈ”

સોળમી તારીખ એપ્રિલની બારસ ચૈત્રવદની,

મહેફિલ જામી પાલોઆલ્ટોમાં સહુ  સર્જકોની

વધામણા વિજયભાઈના,દાદા સાથ હુલામણા

દાદુનો ઓટલો,પુણ્યનો પોટલો,જાણે આમનો ગોટલો,

ચૂસતા  જાવ,ચૂસતા જાવ,અમીરસ ત્યાં ઢોળાતો જાય

જાણે મળી ગોદ ભારતમાતની, સતત  એ એહસાસ થાય.

સત્તરની સાંજ ને શુકવાર છ વાગે આઈ સીસી માં સહુ ભેળા થાય

બાર પુસ્તકોનું વિમોચન માનવંતા પરોણાને હસ્તે થાય,

એ સત્ય છે કે બ્રહ્માએ કીધું છે સૃષ્ટિનું સર્જન

આ પણ સહી છે આ યારોનું છે સર્જન

યારોના પ્યારનું છે આ સહિયારું સર્જન

યારોનો એ પ્યાર છે,પ્યાર પણ પ્યોર છે.

ના કદી કોઈએ આહી કિટ્ટા કીધી બાળપણને એ સોપી દીધી

ના કોઈ વેરભાવ છે,બેઠકમાં સહુ સમઝદાર છે.

નયનોમાં,હ્રદયમાં ને શબ્દોમાં હર્યો ભર્યો ભાવ છે

ને જીહ્વા પર? સરસ્વતીમાંનો પ્રભાવ છે!

મેઘધનુષમાં જુદા જુદા રંગ છે,મેઘ ધનુષ એક જ એની પહચાન છે,

મેઘ ધનુષ જેવું આ સહિયારું સર્જન છે,

પ્રત્યેક રંગની એક પહેચાન તે જ તેની શાન છે.

જોને ફરકી રહ્યો વિજય તણો નેજો

જ્યાં ત્યાં વસેલ ગુજરાતીઓને ખોજો.

પદમા –કાન

સુખ એટલે

શ્રી ગણેશાય નમઃ                                                 ઓમ                                શ્રી સરસ્વતીએ નમઃ

“સુખ એટલે”

“આખરે લખવાનું સુખ પણ કઈક નોખું હોય છે”

“ને આખરે લખવાનું સુખ પણ કઈક નોખું હોય છે ને”

“સુખ એટલે “અને “આખરે લખવાનું સુખ પણ કઈક નોખું હોય છે ને/” આ બન્ને વિષયને એક જ લેખમાં સમાવતા મારું “સુખ”આ લેખ લખવામાં કઈક અનોખું અનુભવે છે. કારણ કે જયારે હું સીનીયરમાં જાઉં ત્યારે કોઈ વિષય પર બોલવાની તેયારી સાથે સજી ધજીને ગઈ હોઉં. હજી તો હું ઊભી થાઉં કે સામેથી પ્રશ્ન આવે લાંબુ છે? સામાવાળાની પરિસ્થિતિ હું સમજી શકું છું સમય અને સમયની મર્યાદાને સમજવાની ખૂબ જરૂર છે છતાં એક ક્ષણ માટે હું નર્વસ થઈ જાઉં છું. પણ આજે હું ખરેખર લખવાનું સુખ માણી રહી છું. ખરેખર કહું તો સુખના પરે આનંદ માંણી રહી છું. કારણ કે આમાં સમય મારો છે. એટલે બોલવા કરતા લખવામાં જ મને વધારે આનંદ છે. સાંભળવું એ એક કલા છે કાન હોવા છતાં બધા જ એ સાંભળી શકતા નથી.

પહેલાના જમાનામાં ઘરથી દુર વસતા આપણા પ્રિય જનો સાથે આજની જેમ ફોનથી વાતો કરી શકતા નો’તા. ત્યારે એ પત્ર જ તેમના સુખનું માધ્યમ બની શકતા. એ લખેલા એ અક્ષરો માત્ર અક્ષરો નોતા. તેમાં તેના પ્રિયજનનું દર્શન કરી સુખ માણતા. આ બધું તો જવા દો હવે જમાનો બદલાયો સાથે લખવાની રીત બદલાઈ ગઈ. પછી તમે કમ્પ્યુટરમાં કે ફોન દ્વારા મોકલો. લખવાનો આનંદ તમે આજે પણ ઇમેલ દ્વારા લઈ શકો છો. લખવામાં લખનાર પોતાનું હૈયું ઠાલવી શકે છે. ઘણા બોબડા હોય તો તે લખીને પોતાની વ્યથા કહી શકે છે.

આજકાલ આપણે ટીવીમાં રામાયણ, મહાભારત, કે બુદ્ધ, મહાવીર કે ગાંધીબાપુ એવા અનેક સસ્ક્શીપ્તમાં કહુંતો જે પ્રોગ્રામ આપણે જોઈએ છીએ તે લખાણના આધારે જ છે. . લખનાર અને વાચનાર બન્નેને નિશંક જ્ઞાન સાથે આનંદ મળે છે.

માણસ હોય કે પશુ પંખી દરેક જીવને સુખી થવું ગમે છે. પણ સુખની વ્યાખ્યા કરવી અઘરી છે, કારણ કે પિંડે પિંડે મતિર્ભીન્ના. મનને અનુકુળ વાતાવરણ એ સુખ છે. પ્રતિકુળ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમેશા સારો જ હોય. બુધ્ધિ બે પ્રકારની હોય. (૧)સદબુદ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ ને કુમતિ હશે ત્યાં દુખ. સુખની માણસની અવસ્થા યાને શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા યુવાવસ્થા, વૃદ્ધાવસ્થામાં જુદી જુદી હોઈ શકે. શીશુવાસ્થામાં બાળકને અંગુઠો ચૂસવામાં, બાલ્યાવસ્થામાં ક્રષ્ણ ભગવાનને માટી ખાવામાં અને માટીમાં રમવામાં સુખ લાધ્યું હતું, માટી એ કોઈ ખાવાની વસ્તુ નથી છતાં. ઉમરની સાથે પ્રકુતિ બદલાય, પ્રવૃત્તિ બદલાય, પરિસ્થિતિ બદલાય સાથેસાથે સુખની વ્યાખ્યા બદલાય. માટી, રેતી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, થોડા મોટા થતા સંગીત ખુરશી ને પછી બેઠા બેઠા હોઉઝી ને પત્તા રમવામાં સુખ માણે છે. સપત્તીથી દુનિયાના કોઈ પણ છેડે તમે જઈને ફરવાનું સુખ માણી શકશો, પણ સ્વાસ્થ્ય સારું હશે તો?એટલે જ કહ્યું છે પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્ય સુખ, સમ્પત્તી સુખ, પત્ની સુખ અને સન્તાન સુખ આ બધું તો જેના નસીબમાં હોય તેને જ મળે. આ સંસારિક સુખ એક બીજા પર અવલંબે છે. એક આધ્યાત્મિક સુખ જેની પાસે સુમતિ છે તેના દ્વારા જીવને શિવ સુધી લઈ જશે તે છે પરમ સુખ. છેવટે એક જ શબ્દમાં સમજી લો “સતોષ”એથી વધારે કઈ નહી.

લખવામાં હું ખાવાનું, પીવાનું ને ઊંઘવાનું પણ ભૂલી જાઉં છું. કારણ “ આખરે લખવાનું સુખ પણ કઈક નોખું હોય છે ને.”

પદમાં-કાન

સુખ એટલે

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                    શ્રી સરસ્વતીએ નમઃ

સુખ એટલે

માણસ હોય કે પશુ પંખી હોય દરેક જીવને સુખી થવું ગમે છે. સુખની વ્યાખ્યા શું છે? મનને અનુકુળ વાતાવરણ એટલે સુખ, અને પ્રતિફૂલ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે, અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમશા સારો જ હોય, પણ બુધ્ધિ બે પ્રકારની. (૧)સદબુધ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ (૨)બીજું કુમતિ ત્યાં દુખ.

સુખની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે દરેકની સુખની વ્યાખ્યા એટલે તુંડે તુંડે મતિર્ભીન્ના. જમવામાં કોઈને શ્રીખંડ, પૂરી ને પાતરામા સુખ લાગે તો કોઈને રોટલો અને કાંદામાં. કૃષ્ણ ભગવાનને તો માટી ખાવામાં સુખ લાધ્યું હતું. નાના બાળકોને માટી અને રેતીમાં જ રમવું ગમે છે. વયની સાથે સાથે સુખની વ્યાખ્યા બદલાતી જાય. થોડા મોટા થતા ક્રિકેટ, વોલીબોલ, હજી થોડા મોટા થતા સંગીત ખુરશી, બેઠા બેઠા રમી શકાય એવી હાઉઝી અને પત્તા રમવામાં સુખ માણે છે. કોઈને વાંચવામાં, તો કોઈને ગાવામાં, નૃત્યમાં સુખ લાધે છે.

ઊંઘ આવવા માટે મોટા પલંગની જરૂર નથી, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય  તે સુખ છે. જેની પાસે સમ્પત્તી હોય અને જુદે જુદે સ્થળે ફરવાનો શોખ હોય તો તે દુનિયાના કોઈ પણ છેડે અને ચન્દ્ર્લોકમાં પણ જઈ શકે છે. પણ આ સુખ માણવા તમારું સ્વાસ્થ્ય સારું હશે તો? ને એટલે જ કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સ્વાસ્થ્ય સુખ, સમ્પત્તી સુખ પત્ની સુખ અને સંતાન સુખ તો જેના ભાગ્યમાં હોય  તેને જ મળે છે. આ સંસારિક સુખ એક બીજા પર આધાર રાખે છે.

સુખ માણસની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.એક જ વસ્તુ કે વ્યક્તિનો પ્રેમ આજે સુખની ટોચે લઈ જાય છે, ને એ જ પ્રેમ બીજા દિવસે તેના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે  સુખ સ્થાઈ નથી.

આમ જોઈએ તો

સુખ અને દુખ બે જોડિયા ભાઈ જેવા છે, પણ તે બન્ને સાથે નથી રહેતા. એકની ગેરહાજરીમાં બીજો અચૂક હાજરી આપે છે.કદાચ ક્યારેક જોડિયા ભાઈ ભૂલેચૂકે સાથે જોડાઈ ગયા તો? તો એક અનોખા સુખની અનુભૂતિ થાય છે. તે કેવી રીતે?

દીકરીને સાસરે વિદાયવેળાનો પ્રસંગ, તે દરેકની આંખમાં આંસુ લાવી દે છે, તો પણ એ ધામધુમથી ઉજવાય છે.કારણ કે તેમની દિકરી પ્રભુતામાં પગલા માંડી રહી છે.એનો આનંદ પણ છે. બીજું એટલે કૃષ્ણના વિયોગમાં રાધા અને ગોપીઓ સહુ વ્યાકુળ છે, છતાં કૃષ્ણનો વિયોગ એ દુખ જેવું લાગતું નથી. કારણ કે વિરહમાં સતત સ્મરણમાં તેમનું મન જોડાયલું છે. કૃષ્ણ તેમનાથી દુર નથી, તો દુખ શાનું? વિરહ અને મિલન બંને ભાવ આમાં સમાયા છે. આ બન્ને પ્રસંગમાં સુખદુખ સાથે છે, દુખની સાથે સુખ છે એટલે દુખની અનુભૂતિ નથી થતી, ને કઈ અનોખું જ વાતાવરણ સર્જાય છે. સુખ દુખ અનુભવતા તેમાં જો આપણી દૃષ્ટિને બદલીશું અથવા તો બદલાવ લાવીશું તો એક અનોખા સુખનો અનુભવ કરી શકીશું.

સંસારિક સુખ એક ક્ષણિક સુખ, અલ્પ સુખ છે,આગિયાના ચમકારા જેવું. આધ્યાત્મિકતાના પંથે જતા મનને થોડું સમાધાન,શાંતિ મળે છે. તમે એવું વિચારતા થઈ જશો, કે જે કઈ થાય છે તે પ્રભુની મરજીથી થાય છે, અને જે થાય તે સારા માટે.આ વિશ્વાસ તમારી મનની શક્તિને વધારી દે છે. જે દુખ આવ્યું તે તો એક અણધાર્યો મહેમાનની જેમ આવ્યો અને તેની તરફ ધ્યાન ન દેતા તે દુખ હારીને ચાલ્યું જશે બસ, એટલું જ સમજી લો, બીજું કઈ નહી. તમે હળવા ફૂલ થઇ જશો.

એક કવિએ તો વળી એમ કહ્યું છે કે “કલહ વિના ન ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા”. તેવી જ રીતે સાચા સુખનો પરિચય દુખ જ કરાવી શકે છે. જીવનની પ્રગતિમાં સુખ કરતા દુઃખનો ફાળો મોટો છે. એ તમે સમજી જશો તો ને ધીરજથી કામ લેતા શીખી જશો તો દુખની હિમ્મત છે કે તમારા મનને સ્પર્શી શકે?

પદમાં-કાન

હાર

શ્રી ગણેશાય નમઃ                                                ઓમ                               શ્રી સરસ્વતીએ નમઃ

“હાર”

હારમાં પણ છે બે જાતિ,એક નર ને બીજી નારી,

હાર પહેરતા ગજ ગજ ફૂલે છાતી,કકળી ઉઠે હ્રદય, જ્યારે જાતા હારી!

હાર તો પહુંચે દેહ સુધી જ,પણ,પણ હારી?

 

ના પૂછો કે કિયા કિયા માર્ગે એ લઇ જશે દોરી?

હારી છે જાતની નારી, એની, એની શક્તી છે  ખુબ ન્યારી

ત્યાં પણ રસ્તા છે બે ધોરી,વેદના,સંવેદના ધારી

વેદના તો ફક્ત દેહને છે ઉપર ઉપર,

ઘમસાણ મચાવી દે સંવેદના ઊંડેઊંડે  હ્રદયની અંદર,

ને થઇ જાય છે કૈક ઉથલ પાથલ!

જગાડે વેદના તનને,સંવેદના જગાડે મનને

મથતા મથતા માખણ આવે ઉપર તરી

મંથન કરતા ડૂબી જાઓ,ડૂબકી મારી લઇ આવો મોતી

ડગલે પગલે જીવનમાં, ગોતી  લાવો હ્કારનું મોતી,

 

એક એક પરોવતાં બની જાય મોતીનો હાર,!

શાશ્વત  ચમકી રહે તવ કંઠમાં એ મોતીનો હાર!

પદમા-કાન

ઉષા સમય નિશા

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

ઉષા સમય નિશા

સમયની છે બે તન્ના, નામ ઉષા અને નિશા

વારાફરતી વારો કરે ,સમયનું સખ્ત પાલન કરે

સાચવે સમયને સદીયો સદી, ટસનું મસ ના થાયે કદી

ઉષા રમ્ય છે તો નિશા સુરમ્ય છે.

ઉષા ગોરી ને  રંગીલી, એક જ રંગને વરી તે છે શ્યામલી

ઉષાને આવકારું છું, નિશાને સ્વીકારું છુ

ઉષા મને જગાડે છે, નિશાની ગોદમાં લપાઉં છું

ઉષામાં ચરુ છું, નિશામાં વિચારું છું

ઉષામાં ચાવું છું, નિશામાં પચાવું છું ,

ઉષાના ઉજાસમાં હું સડસડાટ ચાલી તો જાઉં છું

કિન્તુ વિધવિધ રંગોમાં હું અટવાઈ જાઉં છું.

અનેક પંથોમાં હું ખોવાઈ જાઉં છું

નિશામાં ધીરે ધીરે ચાલુ છું, પણ મક્કમ પગલે ચાલુ છું

મારી એકએક શક્તિને હું પીછાનું  છું

સાવધ રહીને સાધક  બનીને, સુખાસનમાં  હું બેસું છું

ઉષામાં હું પાંગરું છું જીવન સંધ્યાના સ્વાગતની તેયારી આદરું છું નિશામાં

પરમને પામવાને કાજ ઉરમાં છે અટલ વિશ્વાસ

પદમાં-કાન

સુનામી

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“સુનામી”

અમે છીએ નનામી,અમારે ના કોઈ નામી

અમે તો છીએ એકજ સુનામી

અમારી ઓળખ છે ફક્ત સુનામી

નામ અમારા સહુના એક જ સુનામી

સાથે એક કતારમાં સુતા અમે સુનામી

સાથે ચિતા પર ચઢવાના અમે સુનામી

સાથે ધરતીમાંની ગોદમાં ગો ગો રમવાના

અમે છીએ સુનામી

ન જાતિભેદ, અહી ન કોઈ અમારી ભાષા

અમે છીએ સહુ મોંની ફક્ત એક નામ સુનામી

થોડુક સમજો તો સમજાવી દઉં,થોડું ચેતો તો ચેતાવી દઉં

સાથે જીવતા ન આવડ્યું મરીને શીખ્યા અમેં સુનામી

ન છે કોઈ હિંદુ  ન છે  કોઈ મુસલમાન

ના કોઈ અમેરિકન, ચાયનીઝ કે જાપાની

ભલે હોય જૂતા જાપાની , પતલુંન ઇન્ગ્લીસ્તાની

કે માથે હોય ટોપી લાલ રૂસી ,અમે તો છીએ ફક્ત સુનામી

રાજાઓ મહારાજાઓ અને રાજનેતાઓ

મુક ભાષાથી સમજાવીએ,સાનમાં  સમજી લો

અમને નથી જોઈતી તમારી શ્રધ્ધાંજલિ

અમે મરીને આપીએ તમને પ્રેરણાન્જલી

મરીને અમે બન્યા નામી,જીવતા બનો તમે સુનામી!

પદમાં-કાન

સંસ્કૃતિ

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

સંસ્કૃતિ

સંસ્કૃતિ! સંસ્કૃતિ ના કોઈની છે

ના તારી કે ના મારી છે,તમારી ના અમારી છે

કે ના બાપની કે કોઈ માની છે,ના કોઈ હિંદુ કે કોઈ મુસ્લિમની છે.

ના કોઈ જાતની કે પોતાની છે, ના કોઈ ગામની કે પરગામની છે.

ના કોઈ દેશની કે વિદેશની છે,સંસ્કૃતિ ના કોઈની છે.

સ્વ કૃતિ એ જ સહુની સંસ્કૃતિ છે.

કારણ કે ગામ ત્યાં ઢેઢવાડો ત્યાં રહેવાનો છે.

કચરો ત્યાં ભેગો થવાનો છે.સમુહની શક્તિ છે અજબ

સમુહમાં કચરો ફેલાવે ગંદવાડ, ને રોગચાળો સમુહમાં કરે સર્વનાશ.

એક બુંદ પાણીનું તૃષા છીપાવી સંતોષ આપે છે,

એ જ પાણીનો મળે સમૂહ વીજ બની ચમકે છે,બીજાને પ્રકાશ આપે છે.

એ જ પાણી વિરાટ સ્વરૂપમાં સુનામી પણ સર્જી શકે છે.

એક એક કણ માટીનો સમુહમાં,બની પૃથ્વી,રહેવાનો આધાર તમને આપે છે.

સિક્કાની છે બન્ને બાજુ કઈ  બાજુને ઓપ આપવો છે?

આ બધામાંથી આપણેજ તારવવાનું છે,તારવી સારું લેવાનું છે.

ફેંકો ક્ન્કરને યથા સ્થાને,ચાલતા જ્યાં એક્યુપ્રેશર થેરપી મળી જાય છે.

યથા સમયે, યથા સ્થાન, સ્વકૃતિ સંસ્કૃતિ શોભા આપે છે.

પદમાં-કાન

શુભેચ્છા સહ

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“શુભેચ્છા સહ”

નૂતન વર્ષના સહુને અભિનદન

સામાન્ય રીતે જોઈએ તો જે બીજમાં જેવા ગુણ હોય તેવી તેની ગુણવત્તા આપણને તેના ગુણમાં જોવા મળે છે જાણવા મળે છે. જેમકે એક કહેવત “વડ એવા ટેટા, બાપ એવા બેટા.” તેવી જ રીતે મનુષ્યના મનમાં રહેલા ગુણો તેના દ્વારા પ્રગટ થાય છે.એટલે મનુષ્યના મનમાં પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસયમ, ભાવનાની શુદ્ધિ એ ગુણવાળા  બીજ રોપાયા હશે તો જ તેના મુખમાંથી સદાય કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી જ શુભેચ્છા રૂપે પ્રગટ થશે. તેને આપણે ‘શુભેચ્છા સહ “લખીને શબ્દોને આશિષના સ્વરૂપમાં મોકલીએ છીએ.

શુભેચ્છા સહ એટલે પ્રેમ સહિત. જીવનમાં આપણે શુભેચ્છા કોને કોને મોકલી શકીએ? અલબત્ત આપણા સ્વજન, સ્નેહીજન વળી વિશાલ અર્થમાં કહીએ તો VASUDHEIV વ્સુધએવ કુટુમ્બકમ. પૂરી સૃષ્ટિ માટે, વિશ્વશાંતિ માટે પણ આપણે શુભેચ્છા મોકલી શકીએ. જેમ કે હમણાં તાજેતરમાં જ નવરાત્રીના શુભ પ્રસગે”ગાયત્રી પરિવાર” વાળાએ  કેલીફોર્નીયામાં ફ્રીમોન્ટ મંદીરમાં ગાયત્રી મંત્રના સમુહમાં દસ લાખ જપનું વિશ્વશાંતિ માટેનું આયોજન કર્યું હતું. જેનાથી શક્ય હતું તે બધાની હાજરી સાથે જપ કર્યા.બાકી શું સહુ સહુના ઘરેથી અમેરિકા અને ભારત દેશના વાસીઓએ  નવરાત્રી દરમ્યાન મંત્ર જાપ કરીને પોતાનું યોગદાન આપી વિશ્વશાંતિ માટેની શુભેચ્છા પાઠવી હતી.

“રેકી” માં કહ્યું છે કે તમે બધાને એટલે માણસ, પશુ, પંખી, વનસ્પતિ સ્થાવર જંગમ બધાને “રેકી” મોકલી શકો છો. “રેકી” એ બીજું કઈ નહી ફક્ત પ્રેમ છે. શુભેચ્છા એ પણ પ્રેમનું સ્વરૂપ છે. રેકીમાં આપણે બે હાથદ્વારા આપણા શરીરના ભાગોને રેકી મોક્લીને તેને રોગ મુક્ત કરી શકીએ છીએ. આ રીતે આપણે આપણા શરીરને શુભેચ્છા પાઠવી તેની મંગલ કામના કરી શકાય છે. એક શુભેચ્છા મુખમાંથી નીકળે છે, ને એક શુભેચ્છા હ્રદયમાંથી. બાળક કેટલાય જોજન દુર હોય તો પણ એક માતાના ઉરમાંથી નીકળેલી નિસ્વાર્થ શુભેચ્છા અંક્ન્ડીશનલ લવ આશીર્વાદ બની જાય છે. અહી એક કવિતાની પંક્તિ “કપૂત જો પુત્ર થાયે તો, કુમાતા થાય ના માતા.” અચૂક યાદ આવી જાય છે.શુભેચ્છાની સફળતાનો આધાર શુભેચ્છા આપનારના જીવન પર આધારિત છે. એક માની અને એક સદગુરૂની શુભાશિષ અચૂક ફળે છે. ગુરુઓ અને વડીલો  હાથના પંજા દ્વારા શુભાશિષ આપે છે.તો કોઈની તો આંખની ફક્ત એક અમીની દૃષ્ટિ જ આશિષ માટે પર્યાપ્ત છે.

રામાયણમાં રામ ભગવાને દરિયાની પૂજા કરી એમાં રામ ક્રોધ કરીને દરિયાને સુકવી શક્યા હોત પણ તેમ ન કરતા તેમણે તપ કરીને પ્રાર્થના કરી કે જે શુભેચ્છાનું એક રૂપ છે. તક્ષક નાગ જે ખૂબ ઝેરીલો નાગ કહેવાય છે તેને મહાવીર ભગવાને પ્રેમથી વશ કીધો હતો. શુભેચ્છામાં સામેવાળાને આકર્ષવાનું બળ છે, શક્તિ છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતની પૂજા કરીને માટીના કણકણની પુજામાં સર્વેના મંગલ કામનાની જ ભાવના હતી. એટલે સંક્ષિપ્તમાં કુદરતને અને કુદરતમાં રહેલી હરએક વસ્તુને તમે તમારી “શુભેચ્છા સહ” શુભેચ્છા મોકલી શકો છો.

ઘણીવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી પીડાઈને છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે ને ડોક્ટર હવે કઈ કરી શકે એમ નથી તેણે છેલ્લામાં છેલ્લો ઉપાય પણ અજમાવી જોયો,ને હારીને બે હાથ ઊંચા કરી ડે છે, ત્યારે જ અનેક કહો કે હજાર હાથ પ્રભુની દુઆ માટે ઉપર તરફ ઉઠે છે.ને ચમત્કારના સ્વરૂપમાં દર્દી એકદમ સાજો પહેલા કરતા પણ સાજો અને તેજસ્વી જોવા મળે છે.કારણ કે હજાર હાથોની દુઆ પ્રભુએ સ્વીકારી છે ને વિશુધ્ધ સ્વરૂપે તે દર્દીને મોકલી તેને તેજસ્વી બનાવે છે.

શુભેચ્છા આપણે બે રીતે મોકલી શકીએ. કોઈને તકલીફમાંથી મુક્ત કરવા માટે હોય અને કોઈને બધું વ્યવસ્થિત હોય તો તેની આગળ પ્રગતિ થાય તેના માટે. તો મિત્રો, આવો સહુસાથે મળીને  શુભ નૂતનવર્ષની સહુની મંગલ કામના કરતા કરતા ગાઈએ.

શુભ મંગલ હો શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

નભ મંગલ ધરતી મંગલ હો, ધરતીકા  કણકણ મંગલ હો

શુભ મંગલ હો શુભ મંગલ હો શુભ મંગલ મંગલ મંગલ હો,

ગતી મંગલ હો સ્થિતિ મંગલ હો જીવનકા ક્ષણ ક્ષણ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

મતી મંગલ હો, પ્રીતિ મંગલ હો માનવકી હર કૃતિ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શું મંગલ મંગલ મંગલ હો.

 

પદમાં-કાન

“પ્રાર્થના”

શ્રી ગણેશાય નમઃ                                              ઓમ                                   શ્રી સરસ્વતીએ નમઃ

“પ્રાર્થના”

મુશ્કેલીમાં જે કરીએ તે પ્રાર્થના.મદદ માટેની યાચના તે પ્રાર્થના નહીં. સાચી પ્રાર્થના કરવાની હોતી નથી,એ આપમેળે થતી હોય છે.પ્રાર્થના એટલે ઈશ્વરનું સાન્નિધ્ય –થોડીક ક્ષણો જાત સાથે પણ વાત કર્યા વિના નર્યા મૌનમાં જીવીએ તે! પ્રાર્થનાને ભાષા નથી હોતી.ભાષાથી પર છે.હ્રદયના ઊંડાણમાં કેટલી હદે ઊંડે ને ઊંડે જઈ શકો છો અને ત્યાં સ્વસ્થ અને સ્થિર રહી શકો છો એના આધારે પ્રાર્થનાનું શિખર પ્રગટે છે.

હ્રદય શાંત, સ્વચ્છ, આરસના મહેલ જેવું ડાઘદુઘ વગરનું, પ્રર્તાના રોજ થવી જોઈએ.બધા જ જોડે બોલબોલ કરીએ અને ઈશ્વર સાથે સાવ અબોલા?આ કેમ ચાલે?રોજ સવારે ઘરમાં ઝાડું કાઢીએ છીએ તો કંઈક ને કંઈક ધૂળ,કચરો ઇત્યાદિનીકળે જ છે.મનમાં પણ જાતજાતના સારા નરસા વિચારો-વિકારો આવન જાવન કરતા હોય છે.વિચારના ડાઘા મનને લાગ્યા વિના રહેતા નથી,એ મનને દૂષિત કરેકારે દોષિત કરે છે.પ્રાર્થના દોષને દૂર કરી નિર્દોષ કરે છે.

પ્રાર્થના એ જાત સાથેનો સંવાદ છે.સંવાદ એટલે હાર્મની. સુમેળમાંથી પ્રગટતું સંગીત.આપણામાં રહેલા અનેક સત્વો અને તત્વોનું એક જ ભૂમિકાએ કોઈ પણ પ્રકારના ખટરાગ કે વૈમનસ્ય વિના થતું મિલન.

પ્રાર્થના ચમત્કાર વિનાનો ચમત્કાર છે.આપણને  શાંત,સ્વસ્થ તથા નિર્ભય અને નીર્મળ કરે છે.પ્રાર્થના નમ્રતાનો આવિષ્કાર છે.

પદમાં-કાન